દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે એક ટેન્કરના ચાલકે મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતા મોત

0
19રિપોર્ટર.અજય.સાંસી

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે એક ટેન્કરના ચાલકે પોતાના કબજાનું ટેન્કર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં મોટરસાઈકલના ચાલકનું મોત નીપજ્યાનું જાણવા મળે છે.

ગત તા.૦૧ જુનના રોજ ભથવાડા ટોલનાકા પાસેથી દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ સરકાર દવાખાના ક્વાટર્સમાં રહેતાં જયરાજભાઈ વિજયભાઈ પરમાર પોતાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક ટેન્કરના ચાલકે પોતાના કબજાનું ટેન્કર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી જયરાજભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં જયરાજભાઈ મોટરસાઈકલ સાથે જમીન પર ફંગોળાયાં હતાં અને જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે પીપલોદ સરકારી દવાખાના ક્વાટર્સમાં રહેતાં વિજયભાઈ નટવરભાઈ પરમારે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here