બાબા રામદેવના નિવેદન સામે પોરબંદરમાં તબીબોનો વિરોધ

0
13પોરબંદર
બાબા રામદેવના એલોપથી નિવેદન સામે જિલ્લાના IMAના 150 તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે અને સરકાર દ્વારા બાબા રામદેવ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. બાબા રામદેવએ એલોપથી ઉપચાર સામે આપેલા નિવેદનથી વિવાદ વકર્યો છે.

એલોપથી દવા વિશેના નિવેદનથી દેશભરના તબીબો નારાજ થયા હતા અને તા. 1 જુનના રોજ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે ત્યારે પોરબંદરના ઇન્ડિયન મેડિકલ એસોસીએશનમા જોડાયેલા જિલ્લાના 150 જેટલા તબીબોએ પણ કાળી પટ્ટી ધારણ કરી હતી. IMAના પ્રમુખ ડો. કૌશિક પરમારે જણાવ્યું હતું કે બાબા રામદેવએ જે રીતે એલોપથી ઉપચાર વિશે વાણી વિલાસ કર્યો છે તે યોગ્ય નથી. રામદેવએ પ્રજાને મીસ ગાઈડ કરી છે. તબીબોનું મોરલ ડાઉન થાય તેવા પ્રયાસ કર્યા છે.

સેક્રેટરી ડો. જીતેન્દ્ર વાઢેરએ જણાવ્યું હતું કે બાબા રામદેવના એલોપથી દવાઓ બાબતે જે નિવેદન આપ્યું છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. કોરોના સમયમાં પ્રજાએ પણ તાળી વગાડી તબીબોનો જુસ્સો વધાર્યો હતો. હાલ પણ તબીબો મહેનત કરી દર્દીઓનો જીવ બચાવવા ઝઝૂમી રહ્યા છે. જો. સેક્રેટરી ડો. યુસુફ ભંભાણીએ જણાવ્યું હતું કે બાબા રામદેવના એલોપથી દવા અંગેના નિવેદનથી IMA નારાજગી વ્યક્ત કરે છે અને 1 જૂન ના દિવસે જિલ્લાના 150 તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here