લંડનમાં ભારતીયો બન્યા ફરી અછૂત

0
30


લંડનના સૌથી વ્યસ્ત હિથ્રો એરપોર્ટ પર ભારત જેવા રેડ યાદીમાં સમાવિષ્ટ દેશોના પ્રવાસીઓ માટે ખાસ અલાયદું ટર્મિનલ ત્રણ શરૂ કરવામાં આવ્યું છે. રેડ લિસ્ટમાંના દેશોના પ્રવાસીઓ હવે સીધી ફલાઇટ પકડીને હિથ્રો એરપોર્ટના ટર્મિનલ-3 પર ઉતરી ત્યાંથી સીધી તેમના ખર્ચે બુક કરવામાં આવેલી દસ દિવસની ક્વોરન્ટાઇન સુવિધામાં પહોંચી શકે છે.

લંડન એરપોર્ટના સ્ટાફે તેમની સુરક્ષાનો મુદ્દો ઉઠાવતાં આ વ્યવસ્થા કરવામાં આવી હતી. એરપોર્ટ પરના કર્મચારીઓ લીલી અને પીળી યાદીમાં સમાવિષ્ટ દેશોમાંથી આવતાં પ્રવાસીઓ સાથે છૂટથી હળેમળે છે. હિથ્રો એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હાલ યુકેના રેડ લિસ્ટમાં 43 દેશોનો સમાવેશ થાય છે.

The post લંડનમાં ભારતીયો બન્યા ફરી અછૂત appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here