વિદેશમાં અભ્યાસ અર્થે જનારા વિધાર્થીઓ જોગ 

0
76હાલની કોરાના મહામારીના સમયમાં રાજય સરકાર તરફથી વેકસીન અંગેની મળેલ સૂચના અન્વયે વિદેશમાં અભ્યાસ અર્થે જનારા વિધાર્થીઓ કે જેઓએ કોરોના રસીનો ડોઝ લીધેલ છે. તેઓને બીજા ડોઝ માટેનું આયોજન ટુંક સમયમાં થનાર હોઇ, સદર વિધાર્થીઓને નામ નોંધણી કરવાની થાય છે. આથી વિદેશમાં અભ્યાસ અર્થે જનારા રસીનો પ્રથમ ડોઝ લીધેલ વિધાર્થીઓએ પોતાના તાલુકાના તાલુકા હેલ્થ ઓફીસરની કચેરીમાં પોતાનું નામ સત્વરે નોંધાવવા યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા આરોગ્ય અધિકારી એ જણાવ્યું હતું.

વધુમાં જણાવવાનું કે નામ નોંધાવવા જતી વખતે આ વિધાર્થીઓએ પોતાના અભ્યાસની વિગતો આધારકાર્ડ, પાસપોર્ટ તથા રસીનો પ્રથમ ડોઝ લીધાના આધાર પુરાવા સાથે લઇ જવાના રહેશે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે. 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here