એલસીબી પોલીસે કાલોલના ડેરોલ ગામમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ સહિત ૭૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો

0
33પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
ઉપલા અધિકારીઓની સુચના મુજબ જીલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃત્તિઓને‍ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ ગોઘરા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. ચુડાસમા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે કાલોલ તાલુકાના ડેરોલ ગામે રહેતા અનીલકુમાર ઉર્ફે અન્નો શિવકુમાર સોની વિદેશી દારૂનો જથ્થો લાવી મંગાવી તેના ઘરે સંતાડી રાખી વેચાણ કરે છે તેવી મળેલ બાતમી આધારે ડી.એમ.મછાર પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્‍ટાર્ફના માણસોએ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલઃ-(૧) બ્લેક ડોગની વિદેશી દારૂ ભરેલ બોટલો નંગ- ૩૬ કિંમત.રૂ.૪૫,૯૦૦/- (ર) ૧૦૦ પાઇપરની વિદેશી દારૂ ભરેલ બોટલો નંગ- ૨૪ કિંમત.રૂ.૩૦,૬૦૦/- આરોપીનુ નામ-(૧) અનીલકુમાર ઉર્ફે અન્નો શિવકુમાર સોની ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એટકની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here