‘પાકિસ્તાન મીડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ઓર્ડિનેન્સ-2021’દેશભરમાં વિરોધ

0
25પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મીડિયાના કટાક્ષથી બચવા માટેનો રસ્તો શોધી લીધો છે. પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે મીડિયાને લઈ નવા નિયમોનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેનો આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષી દળો, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજે નવા કાયદાના પ્રસ્તાવને મીડિયા માર્શલ લૉ ઠેરવતા કહ્યું હતું કે તે અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિબંધનો નિયમ છે.

ઈમરાન સરકાર ‘પાકિસ્તાન મીડિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ઓર્ડિનેન્સ-2021’ લાગુ કરવા ઈચ્છે છે જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓના કહેવા પ્રમાણે તે અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિબંધ લગાવનારો નિયમ છે. પીએમએલ-એનના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબના કહેવા પ્રમાણે આ મીડિયા પર નિયંત્રણનો પ્રયત્ન છે. તેના દ્વારા સરકાર મીડિયા સંસ્થાનોને પોતાના મુખપત્ર બનાવી લેવા માંગે છે અથવા તો તેમણે બંધ થવું પડશે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here