સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી.કોમ. સેમેસ્ટર 1 (ન્યુ કોર્ષ) નું  રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું

0
101મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજનું 84.50% જેટલું રીઝલ્ટ મેળવીને B Com. Sem 5 અને 3 બાદ સેમેસ્ટર 1 માં પણ યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લામાં કોમર્સ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે. છેલ્લાં 6 વર્ષોથી આવા ઝળહળતાં રીઝલ્ટ માટે ક્વોલિટી બૈઝ્ડ એજ્યુકેશન આપીને સૌરાષ્ટ્રની એક અગ્રણી અને નામાંકિત કોમર્સ/મેનેજમેન્ટ કોલેજ તરીકે ઉભરી આવી છે.


 1. કોલેજમાં પ્રથમ નંબરે પટેલ નિરાલીબેન બળદેવભાઈ 652/800,
  2. ) બીજા નંબરે ચાવડા નિકીતાબેન હસમુખભાઈ 651/80‌0,
  3. ) ત્રીજા નંબરે જાડેજા મોહિનીબા જયેન્દ્રસિંહ 646/800,
  4. ) ચોથા નંબરે વાંક ધારાબેન જયેશભાઈ 644/800
  5. ) પાંચમા નંબરે હિરાણી રચનાબેન વિમલભાઈ 641/800
  માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરીવારનું  નામ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુંજતું કર્યું છે.
       
  તદુપરાંત Financial Accounting વિષયમાં 2 વિધાર્થિનીઓએ 100 માંથી 100 માર્ક મેળવી સાથોસાથ Accounting વિષયમાં 2 વિધાર્થિનીઓએ 100 માંથી 100 માર્ક મેળવી જે તે વિષયમાં સોનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે તેમજ Financial Accounting વિષયમાં 4 વિધાર્થિનીઓએ 70 માંથી 70 માર્ક મેળવી સાથોસાથ Accounting વિષયમાં 10 વિધાર્થિનીઓએ 70 માંથી 70 માર્ક મેળવી જે તે વિષયમાં સોનેરી સફળતા હાંસલ કરી છે.

કુલ 286 વિધાર્થિનીઓ માંથી 215 વિધાર્થિનીઓ એટલે કે 75.20% વિધાર્થિનીઓએ ફર્સ્ટ ક્લાસ (60% થી વધુ) મેળવીને કોલેજની યશકલગીમાં વધુ એક અદ્વિતીય સિદ્ધીનો ઉમેરો કર્યો છે. શિક્ષણનું માર્કેટિંગ નહીં પણ શિક્ષણનું જતન આ સંસ્થા અને કોલેજનો હંમેશને માટે મૂળમંત્ર છે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેની નવીનત્તમ પધ્ધતિઓ સ્વીકારવા કોલેજનો સ્ટાફ હરહંમેશા પ્રયત્નશીલ રહે છે.

સર્વે વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here