સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓફલાઈન પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર

0
31સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આગામી તા. ૧૫ જૂનથી શરૂ થતી અનુસ્નાતક કક્ષાના અંતિમ વર્ષની પરીક્ષાનો કાર્યક્રમ આજ રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જે તમામ પરીક્ષાઓ ઓફલાઇન લેવામાં આવશે. જ્યારે સ્નાતક કક્ષાના અંતિમ વર્ષની પરીક્ષાઓ માટેની સંભવિત તારીખ ૨૧ જૂન જાહેર કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા તા. ૧૫ જૂનથી શરૂ થતી ઓફલાઇન પરીક્ષા અંગે આજ રોજ જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં એમએસસી સેમે – ૪ એમબીએ – ૪, એમએસડબલ્યુ-૪, એમએ-૪, એમજેએમસી – ૨, એમઆરએસ – ૬, બીજેએમસી – ૨ સહિતની કુલ ૩૦ પરીક્ષાઓ લેવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

તા. ૨૧ જૂનથી જે પરીક્ષાનું સત્ર શરૂ કરવાનું આયોજન છે. તે સ્નાતક કક્ષાના અંતિમ વર્ષની પરીક્ષા ઓનલાઇન લેવી કે ઓફલાઇન? તે અંગે રાજ્ય સરકારની સુચના હજુ આવી નથી. એકાદ – બે દિવસમાં તે અંગે પણ ફાઇનલ નિર્ણય થશે. આગામી તા. ૭ જૂનથી કોલેજોમાં સેમે – ૩ અને ૫ નું પ્રશિક્ષણ કાર્ય માત્ર ઓનલાઇન શરૂ થશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here