SBI બેંક શરૂ અને બંધ થવાના સમયમાં ફેરફાર

0
103







કોરોનાની બીજી લહેરના પ્રકોપ ધીમે-ધીમે ઓછો થઇ રહ્યો છે. ઘણા રાજ્યોએ લાગૂ પ્રતિબંધમાં છૂટ આપવાની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. આ વચ્ચે દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. બેંકે બ્રાન્ચોના કામકાજના સમયમાં ફેરફાર કર્યો છે. પહેલા SBIની બ્રાન્ચમાં સવારે 10 કલાકથી બપોરના બે કલાક સુધી કામ થતુ હતુ, હવે તેમાં કલાકનો વધારો કરવામાં આવ્યો છે. હવે બેંકની શાખાઓ સાંજે 4 કલાક સુધી ખુલ્લી રહેશે.

કોરોના કેસોના કારણે બેંકોએ કામકાજના સમય ઘટાડી દીધો હતો. પરંતુ હવે કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા ઘટાડાના કારણે કામકાજના સમયમાં 2 કલાકનો વધારો કરી દેવામાં આવ્યો છે. SBIએ તેના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે. બેંકે કરેલી ટ્વીટ મુજબ ગ્રાહક સવારે 10થી સાંજે 4 કલાકની વચ્ચે બેંક સંબંધિત કામ કરાવી શકશે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here