અરવલ્લી જીલ્લાના અનુ.જાતિના વિદ્યાર્થીઓને માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક કક્ષાએ શિક્ષણ મળી રહેશે

0
27વાત્સલ્યમ્ સમાચાર રિપોર્ટ ભરતસિંહ ઠાકોર

મોડાસાની આદર્શ નિવાસી કન્યા શાળામાં અ.જાતિના વિદ્યાર્થીઓ ધોરણ ૯-૧૦ તથા ૧૧માં ૭ જૂન
સુધી ઓનલાઈન અરજી કરી શકશે

સરકારી કચેરીના નિયંત્રણ હેઠળ ચાલતી અરવલ્લી જીલ્લાનાં મોડાસા તાલુકાની આદર્શ નિવાસી શાળા (અ.જા) કન્યા એ અરવલ્લી નિયામકશ્રી, અનુસૂચિત જાતી કલ્યાણ ખાતા ગાંધીનગર સંચાલિત સંપૂર્ણ રીતે સરકારી શાળા છે.
જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ સારું શિક્ષણ મળી રહે તે અનુસાર અરવલ્લી જિલ્લામાં આવેલ આદર્શ નિવાસી શાળા (અ.જા) કન્યા મોડાસા ખાતે પ્રવેશ મેળવવા અંગે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
જેને અનુસંધાને ધોરણ ૯,૧૦,તથા ૧૧ (સામન્ય પ્રવાહ) માં પ્રવેશ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ માટે www.esamajkalyan.gujarat.gov.in પર તા.૨૪ મે ૨૦૨૧ થી ૭ જૂન ૨૦૨૧ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ,નિવાસ,ભોજન,ગણવેશ,બુટ-મોજા સ્ટેશનરી જેવી સગવડો વિના મુલ્યે પૂરી પાડવામાં આવે છે.
પ્રવેશ માટેની પ્રોવીજનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે જે માટે વિદ્યાર્થીઓએ સમયાંતરે વેબસાઈટ જોવાની રહેશે. પ્રોવીજનલ મેરીટ યાદીમાં સ્થાન પામેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોની ચકાસણી અંગે SMS/E-MAIL મારફતે જાણ કરવામાં આવશે.
સરકારશ્રીની કોવીડ-૧૯ની ગાઈડલાઈન મુજબ શાળાના મકાનની શ્રમતાને ધ્યાને રાખી સરકારશ્રી દ્વારા નક્કી કરેલ નિયમોને આધારે પ્રવેશ આપવામાં આવશે. જેથી અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અંગે હક દાવો કરી શકાશે નહિ.
પ્રવેશ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો અરવલ્લી જીલ્લાના મોડાસાનાં નાયબ નિયામક અનુસૂચિત જાતી કલ્યાણનો નિર્ણય આખરી રહેશે. એમ એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here