બીલીમોરાથી વઘઇ જતી ટ્રેન નવા અવતાર સાથે  આજે એસી કોચ સાથે ટ્રાયલ રૂપે દોડાવી….

0
37ડાંગ:- મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાનાં બીલીમોરાથી વઘઇ જતી અને ગાયકવાડ સમયથી ચાલતી નેરોગેજ છુક છુક ટ્રેન ફરી નવા અવતાર સાથે શરૂ કરવાનો પ્રયાસ હાથ ધરાતા પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.. .

દક્ષિણ ગુજરાતનાં પ્રવાસીઓ માટે નવા નજરાણાની પહેલ સાથે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા નવતર આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.બીલીમોરાથી ડાંગ જતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેનમાં પ્રવાસીઓ માટે એસી કોચ મૂકવામાં આવ્યો છે.આ એસી કોચનું નામ  ટુરીસ્ટ કોચ તરીકે રાખવામાં આવ્યુ છે.આ ટુરીસ્ટ કોચનું આજરોજ ટ્રાયલ રન પણ કરવામાં આવ્યુ છે.આ ટ્રાયલ રનમાં મુંબઈ ડીવીઝનના ડી.આર.એમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્યને માણવા માટે આવતા પ્રવાસીનાં માટે નેરોગેજ એ.સી ટ્રેનની  સુવિધા ઊભી કરવામાં આવી છે. અહી ટ્રાયલ રન સફળ રહેતા આવનારા દિવસમાં વધુ ત્રણ કોચ લગાવી બીલીમોરા વઘઇ નેરોગેજ ટ્રેન શરૂ કરવામાં આવશેની માહિતી સાંપડતા પ્રકૃતિ પ્રેમીઓમાં આંનદની લાગણી છવાઈ જવા પામી છે..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here