હાલોલ: અરાદ રોડ પર આવેલા ફાંટા તળાવમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓના પાણીમાં ડુબી જવાથી મોત.

0
26પંચમહાલ. હાલોલ
રિપોર્ટર. કાદિરદાઢી

હાલોલ નગરના અરાદ રોડ પર પાણીની ટાંકી પાસે આવેલ ફાટા તળાવમાં 13 અને 17 વર્ષીય બે સગા ભાઇઓના ડૂબી જવાથી મોત થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો જેમાં મદારીવસ ખાતે રહેતા ચાર મિત્રો ફાટા તળાવના પાણીમાં ન્હાવા પડ્યા હતા જેમાંથી એક ૧૩ વર્ષીય બાળક ડૂબવા લાગતા તેનો તેનો ૧૭ વર્ષીય સગો ભાઈ તને બચાવવા જતાં તે પણ ઊંડા પાણીમાં ડૂબી જતા બંને સગા ભાઇઓના કરૂણ મોત નિપજયા હતા બનાવની જાણ થતા હાલોલ ટાઉન પોલીસ અને હાલોલ નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી જેમાં હાલોલ ફાયર ફાઈટર ની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ફાટા તળાવમાંથી બંને સગા ભાઇઓના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા જ્યારે બનાવ અંગે ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ નગરના મદારી વાસમાં રહેતા અને ફુગ્ગા વેચી પોતાનું ગુજરાન ચલાવતા મૂળ પાલીતાણાના વાઘેલા પરીવારના બે સગા ભાઈઓ કાલુ મુકેશ વાઘેલા ઉ.વર્ષ.13 અને હેક મુકેશ વાઘેલા ઉ.વર્ષ 17 તેમજ તેમના બે મિત્રો વિક્રમ વાઘેલા અને પંચોળ દેવીપુજક મળી ચાર મિત્રો હાલોલ નગરના અરાદ રોડ ખાતે આવેલ પાણીની ટાંકી પાસેના ફાંટા તળાવ ખાતે ન્હાવા ગયા હતા જ્યાં તળાવમાં ન્હાવા પડેલા ચાર મિત્રો પૈકી ૧૩ વર્ષીય કાલુ ઊંડા પાણીમાં જતા એ ડૂબવા લાગતા તેણે બુમરાણ મચાવી મુકતા તેનો ૧૭ વર્ષીય ભાઈ હેક તેને બચાવવા માટેની કોશિશ કરવા લાગ્યો હતો જેમાં તે પણ ડૂબવા લાગતા અન્ય બે મિત્રો વિક્રમ અને પંચોળ આ દ્રશ્ય જોઈ ગભરાઈ જઇ તાત્કાલિક તળાવની બહાર નીકળી આવ્યા હતા અને બુમરાણ મચાવી મૂકી હતી જેમાં આસપાસથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસ મથકે તેમજ હાલોલ નગરપાલિકાની ફાયરની ટીમને જાણ કરી હતી જેમાં હાલોલ ટાઉન પોલીસ અને ફાયર ફાયરની ટીમ તાત્કાલિક ફાંટા તળાવ ખાતે પહોંચી હતી જ્યાં ફાયર ફાઈટરના જવાનોએ તળાવના પાણીમાં ડૂબેલા બને સગા ભાઈઓ ને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ પાણીમાં બોટ મારફતે તપાસ હાથ ધરી હતી.જેમાં ફાયર ફાઈટરની ટીમના જવાનોએ ભારે જહેમત ઉઠાવ્યા બાદ બંને સગા ભાઈઓ કાલુ અને હેકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઠયા હતા.


ફાંટા તળાવના ઊંડા પાણીમાં ન્હાવા પડી મોતને ભેટનાર કાલુ અને હેકના મૃતદેહનો કબજો મેળવી હાલોલ ટાઉન પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી હાલોલ નગરના મદારીવાસ ખાતે રહેતા શ્રમજીવી પરિવારના કાલુ અને હેક નામના બે સગા ભાઈઓના મોત તળાવમાં ડૂબી જવાથી થયાં હોવાના બનાવની જાણ મદારીવાસ ખાતે થતા મદારિવાસ ખાતે ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી જ્યારે એક જ પરિવારનાં બે સગા ભાઈઓના મોતથી પરિવાર પર આભ તૂટી પડયું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here