દાહોદ તાલુકાના રળીયાતી ગામેથી એકજ રાત્રીમાં બે રોયલ એનફીલ્ડ મોટરસાઈકલની ઉઠાંતરી

0
26રિપોર્ટર. અજય.સાંસી

દાહોદ તાલુકાના રળીયાતી ગામેથી એકજ રાત્રીમાં બે રોયલ એનફીલ્ડ મોટરસાઈકલની ઉઠાંતરી થતાં દાહોદ તાલુકામાં જાણે વાહન ચોર ટોળકીને મોકળું મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ભઉરાકુવા ફળિયામાં રહેતાં ઘનરાજભાઈ રમસુભાઈ ભાભોર ગત તા.૨૫મી મેના રોજ દાહોદ તાલુકાના રળીયાતી ગામે આવ્યાં હતાં અને પોતાની મોટરસાઈકલ બાલાજી હનુમાન મંદિરની સામે પોતાની એનફીલ્ડ રોયલ બુલેટ મોટરસાઈકલ લોક મારી પાર્ક કરી હતી ત્યારે બીજી તરફ આજ વિસ્તારમાં રહેતાં મનોજભાઈ પુંજાભાઈ માવીએ પણ પોતાની રોયલ એનફીલ્ડ બુલેટ મોટરસાઈકલ આજ વિસ્તારમાં લોક મારી પાર્ક કરી હતી. આ બંન્ને મોટરસાઈકલોને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે ધનરાજભાઈ રમસુભાઈ ભાભોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here