કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય સતીશભાઈ પ્રજાપતિ દ્રારા વેકેશનમાં અનોખું શિક્ષણ.

0
32પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
હાલ આપણે સૌ જાણીએ છીએ તેમ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે તેમજ સાથે સાથે કોરોના મહામારી ની બીજી લહેર પણ વર્તાઈ રહી છે તેવા સમયે ઘરમાંજ રહેવું સુરક્ષિત છે. તેવા સમય નો સદ્દપયોગ કરી કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સતિષભાઈ પ્રજાપતિ એ કચ્છ ના એક શિક્ષક એ. આઈ. પીરઝાદા ના ચિત્રાત્મક બારાક્ષરી ના ચિત્રો જોઈ તેમાંથી પ્રેરણા લઇ ધોરણ 1 થી 5 ના બાળકો રમતાં રમતાં બારાક્ષરી શીખી શકે તેવા ચિત્રાત્મક બારાક્ષરી ના ટી.એલ. એમ બનાવવાની એક પહેલ કરી છે. જેમાં મૂળાક્ષર પ્રમાણે ચિત્ર જેમકે ‘ગ’ હોય તો ગણપતિ નું ચિત્ર આ ચિત્ર વેસ્ટ પુંઠા, રંગીન કાગળ, ફેવિકોલ અને માર્કર નો ઉપયોગ કરી બનાવવામાં આવેલ છે. જેમાં ત્રણ ભાષાનો ઉપયોગ કરેલ છે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી બાળકો ત્રણેય ભાષામાં શીખી શકે ઉપરાંત તેને અનુંસંધાન શબ્દો પણ લખવામાં આવ્યા છે જેથી બાળકો મૂળાક્ષર ને લગતા શબ્દોનું પણ સરળતાથી વાંચન કરી શકે. આ સમગ્ર ટી. એલ. એમ ફેસબુક, સમર્થ પ્રજ્ઞા ફેસબુક પેજ,વિવિધ વોટ્સઅપ ગ્રુપમાં, વર્કપ્લેશ ના ગ્રુપમાં તેમજ તેને કેવી રીતે ઉપયોગ કરી શકાય તેનો વિડિઓ યૂટ્યૂબ ચેનલ પર મુકવામાં આવ્યા છે. ગુજરાત ભરમાંથી અઢળક શિક્ષક મિત્રોના ખુબજ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. આમ ઘરે રહો, સુરક્ષિત રહો હોમ સ્ટે હોમ ના સૂત્રને તેઓ ચરિતાર્થ કરી રહ્યા છે. સતત બાળકો માટે વેકેશન માં પણ ચિંતા કરી નવતર પ્રયોગ કરનાર કાલોલ તાલુકાના બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય સતિષભાઈ પ્રજાપતિ અભિનંદન ને પાત્ર છે. આજના સમય માં બીજા શિક્ષકો માટે પણ પ્રેરણાસ્ત્રોત છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here