ડૉક્ટર પર હુમલો કરવા બદલ ૨૪ની ધરપકડ

0
44દીસપુર (આસામ): આસામના હોજાઇ જિલ્લામાં ડૉક્ટર પર હુમલો કરવા સંદર્ભે ૨૪ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. રાજ્યના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા શર્માએ ડૉક્ટર પરના હુમલાને નિદર્યી કૃત્ય ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે આવા હુમલાઓ સાંખી નહીં લેવાય. તેમણે આ ઘટનામાં ન્યાયની ખાતરી આપી હતી.

પોલીસે આપેલી માહિતી અનુસાર હુમલાનો ભોગ બનેલા ડૉ. સેઉજકુમાર સેનાપતિ હોજાઇના ઉડાલી કોવિડ કેર સેન્ટરમાં ફરજ પર હતા. કોરોનાના એક દર્દીનું મૃત્યુ થયા બાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખી આરોગ્ય સેવા કર્મચારીઓ પર આચરવામાં આવતી હિંસા સામે અસરકારક અને મજબૂત કાયદાની માગણી કરી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here