પોસ્ટ કોવિડમાં બાળકોમાં જોવા મળી નવી આફત

0
116પોસ્ટ કોવિડમાં બાળકોને તાવ, શરીર પર લાલ ચાઠા, આંખો આવવી, શ્વાસ ફુલવા જેવા લક્ષણો આવી રહ્યા છે.  ઉલ્ટી, ડાયરિયા થાકના લક્ષણો પણ આવી શકે છે. જો કે કેન્દ્ર સરકાર અનુસાર આ એક ઈમરજન્સી સ્થિતિ છે અને સમય રહેતા જો તેની સારવાર શરુ થઈ જાય તો વધારે મુશ્કેલી નહીં પડે. સારવારને લઈને દિશા નિર્દેશ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

કોરોનામાંથી સાજા થનારા બાળકોમાં 2થી 6 અઠવાડિયાની અંદર મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (એમઆઈએસ)ના મામલા જોવા મળી રહ્યા છે.

નીતિ આયોગના સભ્ય ડો. વી કે પોલના જણાવ્યાનુસાર બાળકોમાં કોરોના સંક્રમણને 2 પ્રકારથી જોવામાં આવી રહ્યું છે. બાળકમાં કોરોના સંક્રમણ થયુ અને તેના સાજા થયા બાદ સંક્રમણના 2-3 ટકા મામલા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર પડે છે. પરંતુ અમારી તૈયારી તેનાથી બે ગણી અથવા તેથી વધારે છે. એટલા માટે બાળકોના મામલામાં દાખલ થવાની કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું કે સરકાર બાળકોમાં થનારા કોરોના પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. તેમની સારવારની રણનીતિ નક્કી કરવા માટે બાળ રોગ વિશેષજ્ઞોનું એક ગ્રુપ તૈયાર કરવામાં આવ્યુ હતુ. જેમણે પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે તથા જલ્દી તેને અનુરુપ દિશા નિર્દેશ જારી કરી કરવામાં આવશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here