ચોમાસા પૂર્વે નર્મદા જિલ્લામાં જિલ્લા-તાલુકાકક્ષાએ તેમજ વિવિધ ડેમ સંદર્ભે રાઉન્ડ-ધી-ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરાયા

0
29
ચોમાસા પૂર્વે નર્મદા જિલ્લામાં જિલ્લા-તાલુકાકક્ષાએ તેમજ વિવિધ ડેમ સંદર્ભે રાઉન્ડ-ધી-ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરાયા

રાજપીપલા : જુનેદ ખત્રી

ચોમાસુ-૨૦૨૧ અંતર્ગત નર્મદા જિલ્લામાં તા.૧ લી જૂન,૨૦૨૧ થી રાઉન્ડ-ધી-ક્લોક સતત (૨૪X૭) કંટ્રોલરૂમ કલેકટર કચેરી ડીઝાસ્ટર શાખામાં જિલ્લાકક્ષાએ તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીએ શરૂ કરવામાં આવેલ છે. નર્મદા જિલ્લામાં ચોમાસાની સીઝન દરમ્યાન કોઈપણ જગ્યાએ આપત્તિને લગતી ઘટના બાબતે જાણ કરવા માટે સંબધિત તાલુકાના કંટ્રોલરૂમને ફોન કરીને ઉપરોક્ત સંબંધિત કચેરીઓને જાણ કરવાની રહેશે. તદ્ઉપરાંત નર્મદા/કરજણ નદીના પુરના પાણીને લગતી જાણ નર્મદા/કરજણ ડેમના કંટ્રોલરૂમને કરવાની રહેશે તેમજ સાગબારા તાલુકામાં આવેલ કાકડીઆંબા અને ચોપડવાવ ડેમને લગતી જાણ કંટ્રોલરૂમના સંબધિત અધિકારીને કરવાની રહેશે.

1. કલેકટર કચેરી-ડીઝાસ્ટર શાખા ફોન નં. ૦૨૬૪૦-૨૨૪૦૦૧ અને ૦૨૬૪૦-૨૨૪૦૦૨,
2. મામલતદાર કચેરી, નાંદોદ ફોન નં. ૦૨૬૪૦-૨૨૦૦૩,
3. મામલતદાર કચેરી, ગરૂડેશ્વર ફોન નં. ૬૩૫૫૦૯૨૩૯૨,
4. મામલતદાર કચેરી, તિલકવાડા ફોન નં. ૦૨૬૬૧-૨૬૬૩૩૬,
5. મામલતદાર કચેરી, દેડીયાપાડા ફોન નં. ૦૨૬૪૯-૨૩૪૫૦૪,
6. મામલતદર કચેરી, સાગબારા ફોન નં. ૦૨૬૪૯-૨૫૫૦૮૮,
7. નર્મદા ડેમ ફોન નં. ૦૨૬૪૦-૨૩૨૦૦૪,
8. કરજણ ડેમ ફોન નં. ૯૦૯૯૦૭૮૨૨૮,
9. કાકડીઆંબા ડેમ ફોન નં. ૮૩૨૦૫૩૯૪૨૫
10. ચોપડવાવ ડેમ ફોન નં. ૯૫૩૭૧૯૫૨૭૧ તેમજ ૯૭૨૭૮૭૭૪૯૪

કાર્યરત કરાયેલ છે, જેની સંબંધકર્તા તમામ ઉપરાંત જાહેર નોંધ લેવા મામલતદાર ડીઝાસ્ટર, નર્મદા-રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here