વડોદરામાં ડુપ્લિકેટ આરટી-પીસીઆર રિપોર્ટનું કૌભાંડ

0
36કોરોનાની મહામારીમાં ડુપ્લિકેટ રેમડીસીવર ઇન્જેક્શનો, સેનિટાઇઝર જેવી આરોગ્યલક્ષી ચિજવસ્તુઓના કૌભાંડ બાદ હવે ડુપ્લિકેટ આરટી પીસીઆર રિપોર્ટ વેચવાના ચાલી રહેલા કૌભાંડનો વડોદરા ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરીને એક આરોપીને ઝડપી લીધો હતો.

વડોદરાના વારસીયા વિસ્તારમાં હરીક્રિષ્ણા સોસાયટીમાં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા રાકેશ મીરચંદાનીએ કોરોનાની મહામારીમાં રાજ્ય બહાર જવા માટે નેગેટિવ રિપોર્ટની જરૂર પડે છે. જેથી તેણે રાજ્ય બહાર જવા માટે પોતાના લેપટોપ ઉપર પી.ડી.એફ. એડિટર નામની વેબસાઇટનો ઉપયોગ કરીને પ્રથમ પોતાનો રિપોર્ટ નેગેટિવ બનાવ્યો હતો અને તે બનાવટી રિપોર્ટ લઇને રાજ્ય બહાર જઇને પરત વડોદરામાં આવવામાં સફળ રહ્યો હતો ત્યારબાદ તેણે બનાવટી આરટી- પીસીઆર નેગેટિવ-પોઝિટિવ રિપોર્ટ બનાવીને વેચવાનો ધંધો શરૂ કરી દીધો હતો. નેગેટિવ રિપોર્ટના રૂપિયા ૩૦૦થી રૂપિયા ૩૫૦ અને પોઝિટિવ રિપોર્ટના રૂપિયા ૮૦૦ રિપોર્ટ કઢાવવા માટે આવતા પાસે લેતો હતો અને રિપોર્ટનો ચાર્જ પણ ગુગલ પેથી વસુલ કરતો હતો.

તેણે છેલ્લા ૧૫ દિવસમાં ૫૦થી વધુ નેગેટીવ-પોઝિટિવ બનાવટી રિપોર્ટ વેચ્યા હોવાનું તેની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે. આરોપી રાકેશ મીરચંદાની અટકાયત કરીને તેની પાસેથી ૪ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here