મેઘરજ તાલુકાના પટેલછાપરા ગામમાં શેડ પડવાથી મૃત્યુ પામેલ મહિલા પરિવારને ચાર લાખની સહાય અપાઈ

0
38
 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ(અરવલ્લી બ્યુરો ચીફ )

મેઘરજ તાલુકાના પટેલછાપરા ગામમાં શેડ પડવાથી મૃત્યુ પામેલ મહિલા પરિવારને ચાર લાખની સહાય અપાઈ


મેઘરજમાં વાવાઝોડામાં થયેલ મૃતકના પરિવારને સહાય અપાયી સુધાબેન મારીવાડ નામના મહિલાનું વાવાઝોડા દરમિયાન થયું હતું મોત

ગુજરાત સરકાર દ્વારા પરિવાર ને ચાર લાખની સહાય આપાઈ

મેઘરજ ટીડીઓ પંચાયત સરપંચ તેમજ તલાટીની હાજરીમાં ચેક અપાયો

જગતના તાત ને અવનવી મુસીબતનો સામનો કરવો પડતો હોય છે ત્યારે કુદરતી આફતો ક્યારે કોઈ મોટી મુસીબત સામે લાવી દેતી હોય છે આજના આ યુગમાં સામાન્ય માણસને પોતાનો જીવ વહાલો હોય છે પણ જયારે કુદરત રૂઠે ત્યારે તેની આગળ એ કશુંજ કરી શકતો નથી અને અંતે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે વાત કરવામાં આવેતો અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના ઇસરી પટેલછાપરા ગામે 28 એપ્રિલ ના રોજ આવેલ વાવાઝોડાના કારણે એક મહિલાનું તબેલાનો શેડ પડતા અવસાન થયું હતું જેમાં સમગ્ર ઘટના વાવાઝોડાના કારણે બની હતી.સુધાબેન નામની મહિલા જયારે પોતાના તબેલામાં દૂધ દોહવાનો સમય હતો ત્યારે અચાનક વાવાઝોડું આવતા તબેલાનો શેડ પડતા લોખંડ ની પાઇપ માથાના ભાગમાં વાગતા અવસાન થયું હતું ત્યારે સમગ્ર ઘટના બાબતે પંચાયત તેમજ તાલુકા દ્વારા સરવે કરી કંઈક સહાય મળી રહે તે માટે સર્વે હાથ ધર્યું હતું જેમાં ગુજરાત સરકાર તરફથી મૃતક મહિલાના પરિવાર ને ચાર લાખની સહાય આપવામાં આવી હતી.મેઘરજ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત ના અધ્યક્ષ, પંચાયત ના સરપંચ અને તલાટી ની હાજરીમાં પરિવાર ને ચાર લાખ નો ચેક આપી ગુજરાત સરકારની સહાય આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here