વૅક્સિન ખરીદીની વિગત આપો: સુપ્રીમનો કેન્દ્રને આદેશ

0
20દિલ્હી: સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને કોરોનાવાઇરસ સામેની રસીના ભારતમાંના અને આંતરરાષ્ટ્રીય ભાવની સરખામણી કરતો અહેવાલ સુપરત કરવાનો બુધવારે આદેશ આપ્યો હતો.

તેણે કેન્દ્રને રસીની ખરીદીની પૂરી વિગત આપવા પણ આદેશ આપ્યો હતો.સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને ૨૦૨૧ના ૩૧ ડિસેમ્બર સુધી રસીના ડૉઝની સંભવિત ઉપલબ્ધતાનો અહેવાલ આપવાની પણ સૂચના આપી હતી.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે દેશમાં એક બાજુ ૪૫ વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોનાવાઇરસની રસી નિ:શુલ્ક પૂરી પડાય છે, જ્યારે બીજી બાજુ ૧૮ વર્ષથી ૪૪ વર્ષના વયજૂથના લોકો પાસે રસીના પૈસા માગવામાં આવે છે. સુપ્રીમનો ૩૧ તારીખનો ઓર્ડર બુધવારે વૅબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રની વૅક્સિનેશન પોલિસીની ટીકા કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે સોમવારે સવાલ કર્યો હતો કે સરકારે રસીના ઉત્પાદકોને તેના ભાવ નક્કી કરવા શું કામ દીધા? કેન્દ્રે રસીના ભાવ આખા દેશમાં સરખા રહે તે માટે પગલાં લેવા જોઇએ. સર્વોચ્ચ અદાલતે એવો પણ સવાલ કર્યો હતો કે શું ગામડાંનાં બધા લોકો ‘કોવિન’ પરથી રસી માટે નોંધણી કરવા સક્ષમ છે? ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ, ન્યાયાધીશ એલ. નાગેશ્ર્વર રાવ અને ન્યાયાધીશ એસ. રવીન્દ્ર ભટ્ટને બનેલી બૅન્ચે કેન્દ્રને રસીને લગતી બધી વિગત બે અઠવાડિયાંમાં સુપરત કરવાનો આદેશ આપ્યો હતો અને આગામી સુનાવણી ૩૦ જૂને રાખી હતી. (એજન્સી)LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here