નર્મદા પોલીસની નિર્ભયા સ્કોડ ની માનવતા વયો વૃદ્ધ અને વિધવા મહિલાઓની સેવામાં

0
37નર્મદા પોલીસની નિર્ભયા સ્કોડ ની માનવતા વયો વૃદ્ધ અને વિધવા મહિલાઓની સેવામાં

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરી ની સૂચનાથી પી.એસ.આઇ કે.કે.પાઠક ના નેતૃત્વમાં કાર્યરત નિર્ભયા ટીમનું નવું સ્વરૂપ જોવા મડયું છે જેમાં હાલમાં કરોના મહામારીના કારણે શાળા કોલેજ બંધ હોવાથી નિર્ભયા સકોર્ડ એ હવે જિલ્લામાં એક નવું અભિયાન હાથ ધાર્યું છે જેમાં નિર્ભયા સકોર્ડ ના દરેક સભ્ય ગામે ગામે જઇ ઘેર ઘેર મુલાકાત લઇ સીનીયર સીટીઝન અને વિધવા મહિલાઓને કે જે લોકો સરકારી યોજનાથી વંચિત છે એવા લોકોને સરકારી યોજના અપાવવા માટે કાર્ય કરી રહ્યું છે સાથે સાથે જે લોકોને ઘરમાં અનાજ કે ભોજન નથી એવા જરૂરિયાતમંદ લોકો ની પડખે એમની સેવા માટે પણ કાર્ય કરી રહ્યું છે હાલમા પીએસઆઈ કે કે પાઠક ના નેતૃત્વમાં નિર્ભયા સકોર્ડ ના બહેનો ગામે-ગામે જઈ જે જરૂરિયાતમંદ લોકોને અનાજ અને ફળની કીટ વિતરણ કરી ઉમદા કામગીરી કરી રહી છે ત્યારે આમ એક બાદ એક નિર્ભયા સકોર્ડ ની પ્રશંસનીય કામગીરી બદલ નર્મદા જિલ્લાના લોકો પોલીસ અધિક્ષક નો આભાર માની રહ્યા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here