વઘઇ નજીક ગીરાધોધ પાસે આઇસર ટેમ્પો અને ટ્રક સામસામે ભટકાયા

0
28







ડાંગ :- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં ગીરાધોધ ફાટક પાસે આઇસર ટેમ્પો અને ટ્રક સામસામે ભટકાતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો…. પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સુરત તરફથી વણી તરફ જઈ રહેલ આઈસર ટેમ્પોન.જી.જે.05.બી.એક્સ.9865 તથા સાપુતારા તરફથી મશીનરી સમાનનો જથ્થો ભરી સોનગઢ તરફ જઈ રહેલ ટ્રક.ન.જી.જે.06.વાય.7777 જે બન્ને વઘઇથી સાપુતારાને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં ગીરા ધોધ ફાટક પાસે સામસામે ભટકાતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં બન્ને વાહનોનાં બોનેટનાં ભાગે નુકસાન થયુ હતુ.જ્યારે આ બનાવમાં ચાલકોને કોઈ પણ જાતની ઇજાઓ ન પોહચતા મોટી દુર્ઘટના ટળી હતી….



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here