દેવગઢ બારીઆ પંથકમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો

0
30  •    દેવગઢબારિયા પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું.દેવગઢ બારીઆ તાલુકાના અમુક ગામોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા ઉનાળુ પાકને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો ને સેવાઈ રહી છે, તેમજ કેટલીક જગ્યાએ પવનના કારણે વૃક્ષો પણ પડેલા જોવા મળે છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે તેમ જ ઘાસચારો પણ પલળી  ગયો છે કેટલી જગ્યાએ મકાન પરથી નળીયા પણ ઊડી ગયા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here