કાલોલનાં વેજલપુર થી ચલાલી ગામને જોડતો રસ્તા ઉપર બનેલા તકલાદી રોડ સામે ગ્રામ્યજનોમાં ભારે આક્રોશ.

0
26પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકા નાં વેજલપુર થી ચલાલી ગામ સુધી નો રસ્તો અંત્યત ખરાબ થઈ જતાં વાહન ચાલકો અને ગ્રામ્યજનો માં આક્રોશ જોવા મળી રહ્યો છે.કાલોલ તાલુકાના વેજલપુર ગામેથી ચલાલી ગામ ને જોડતા માર્ગ ખખડધજ હાલત માં જોવા મળી રહ્યો છે ત્યારે બિસ્માર રસ્તા ઉપર મોટા મેન્ટલ અને રસ્તા ઉપર પડેલા ખાડા હોવાના કારણે વાહન ચાલક તેમજ રાહદારીઓ ને ગંભીર મુશ્કેલીઓ વેઠવી પડે છે અવાર નવાર અકસ્માતો પણ થઈ રહ્યા છે‌.રોડ ઉપર લાગેલો ડમ્મર ક્યાંય દેખાતો નથી રસ્તા ઉપર રેતી અને માટી ના એક એક ફૂટ ના થર બાજી ગયા છે જેના કારણે બાઈક ચલાકો ની બાઈક સ્લીપ ખાય જવાના બનાવો બનતા હોય છે અને હાલ લોકો બહુ ગંભીર બીમારી થી પ્રસાર થઈ રહ્યા છે અને એક્સિડન્ટો પણ થઈ રહ્યા છે અને પ્રસ્તુતિ માટે પણ લોકો ને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ નો લાભ લેવામાં ફાફા પડી જાય છે કારણકે રસ્તાઓની હાલત ખરાબ થઇ જતા રસ્તા ઉપર વાહન ચાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ચલાલી પોહચવામાં વધુ સમય લાગી જાય છે તેના કારણે એમ્બ્યુલન્સનો લાભ લેતા ગ્રામલોકો વંચિત રહી જાય છે ત્યારે બહુ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ગ્રામલોકો દ્રારા ગંભીર આક્રોશ સાથે આક્ષેપ કરતા જાણ્યું હતું કે ચલાલી ગામના લોકોને માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે નેતાઓ માત્ર ચૂંટણીઓમાં પ્રચાર કરવા માટે આવે છે પછી કોઈ આવતું નથી તેવું આક્ષેપ કરી વેજલપુર થી ચલાલી ગામ સુધી જોડતો રસ્તો વહેલી તકે નવીનીકરણ કરવામા આવે તેવી વાહન ચાલકો અને ગ્રમલોકોની ઉગ્ર માગ ઉઠવા પામી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here