ગુજરાતમાં પ્રિ- મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે જેના કારણે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે

0
44
વાત્સલ્યમ્ સમાચાર રિપોર્ટ ભરતસિંહ ઠાકોર અરવલ્લી

ઉત્તર ગુજરાતના અનેક તાલુકા-જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના માણસામાં પણ પવન સાથે વરસાદ પડ્યો છે. દાહોદમાં વરસાદ વચ્ચે મેઘધનુષ્યનો અદ્દભૂત નજારો જોવા મળ્યો છે. આ સિવાય મોડાસા, મેઘરજ, ભિલોડા, બાયડ, ધનસુરા, શામળાજીમાં પવન સાથે વરસાદ પડ્યો છે. મહેસાણાના બહુચરાજીમાં પણ વરસાદ છે

અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા, માલપુર, ભિલોડમાં વહેલી સવારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેને લઇ વાતાવરણમાં અતિશય બફારા વચ્ચે આશિક રાહત અનુભવાઈ હતી. બીજીબાજુ ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવા પામ્યું હતું. ભારે પવનને કારણે બાજરી અને જારના પાકનો સોથ વળી જવા પામ્યો છે. જારનો કાપણી કરેલ પાક ભીનો થઈ જવા પામ્યો હતો

ખેડા જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર, સેવાલિયામાં પવન સાથે વરસાદ છે. ભારે પવન ફૂંકાતા વીજળી ગુલ થવાના પણ સમાચાર મળી રહ્યા છે. આજે એકાએક ખેડા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગળતેશ્વર તાલુકા સેવાલીયામાં પરોઢથી પવનની લહેર સાથે મેઘરાજાનું આગમન થયું છે. ભારે પવનો વાતો વૃક્ષો બિહામણા અવાજ સાથે ડોલ્યા હતા. વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકાથી વાતાવરણ ગુંજયું હતું. ધીમીધારે વરસાદ શરૂ થતાં ગરમીથી આંશિક રાહત અનુભવાઈ રહી છે

બનાસકાંઠાના દાંતામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના દાંતામાં આજે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો છે. વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. દાંતામાં રાત્રીના સમયમાં ફુલ વરસાદ પડ્યો છે. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હોવાનો સમાચાર પાપ્ત થયા છે જેમાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. દાંતામાં રાત્રીના સમયમાં ફુલ વરસાદ પડ્યો છે. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હોવાનો સમાચાર છે. અચાનક આવેલા વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે. બીજી બાજુ કમોસમી વરસાદથી ખેડુતોની ચિંતામાં વધારો થયો છે બનાસકાંઠાના દિયોદરમાં પણ પવન સાથે વરસાદ પડ્યો છે. બનાસકાંઠામાં દિયોદરના મોજરૂં ગામમાં ભારે પવનથી મકાનના પતરાં ઉડ્યા હોવાના પણ સમાચાર છે. ગાજવીજ સાથે વરસાદથી ખેતીમાં નુકસાનની ભીતિ પણ સેવવામાં આવી રહી છે. દિયોદર પંથકમાં મોડી રાત્રે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવતા ભારે પવનથી મકાનોના પતરા ઉડ્યા હતા

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ આજે એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારે વાતાવરણ એક એક બદલાયુ હતું. વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. શામળાજી ઈસરોલ ભિલોડા સહીત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વાવાઝોડા સાથે વરસાદને પગલે ઘાસચારા સહિતના પાકોને નુકશાન થયું છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરના માણસામાં પણ વરસાદ પડ્યો હોવાના સમાચાર છે. માણસાના રંગપુરમાં વીજળી પડતા બે પશુના મોત પણ થયા છે. ત્યાં મોડીરાતથી પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે આજ વહેલી સવારે માણસા તાલુકાના રંગપુર ગામે વિજળી પડવાથી બે પશુઓના મૃત્યુ થયા છે. આજે વહેલી સવારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here