વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી નિમિત્તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજાનાર કાર્યક્રમ 

0
31પમી જૂન ના રોજ વિશ્વ પર્યાવરણ દિન ૨૦૨૧ ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન વિષય જેવાકે ૧. પ્લાસ્ટીક વેસ્ટની જૈવ વિવિધતા પર અસરો ૨. જીવ સૃષ્ટીનું પુન: સ્થાપન-જળ/જમીન ૩. પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો ૪. મ્યુનિસિપલ ઘન કચરો-પડકારો અને નિરાકરણ પર નિબંધ સ્પર્ધા રાખેલ છે જેમાં જીલ્લાના શાળા કોલેજના રસ ધરાવતા કોઈપણ વિધાર્થી ભાગ લઈ શકશે.

નિબંધ એ-૪ સાઇઝમાં દર્શાવેલ ફૉન્ટ અંગ્રેજી ભાષા માટે ટાઈમ્સ ન્યુ રોમન તેમજ ગુજરાતી ભાષા માટે શ્રુતી ફોન્ટ સાઈઝ ૧૨ તેમજ મહત્તમ ૯૦૦ શબ્દ મર્યાદામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની પ્રાદેશિક કચેરીના મેલ એડ્રેસ [email protected]પર પી.ડી.એફ. ફોર્મેટ મા તારીખ ૫ થી ૧૦ જૂન ૨૦૨૧ સુધીમાં મોકલી આપવાનો રહેશે. તદ્ઉપરાંત ગુ.પ્ર.નિ.બોર્ડ દ્વારા તા. ૦૫ જૂન ૨૦૨૧ ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે વેબીનારનું આયોજન કરાયેલ છે જેની લિન્ક https://youtu.be/Gi9tHzrgLkY પર જોડાવા જાહેર જનતાને જોડાવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ભરૂચની કચેરી દૃવારા યાદીમાં જણાવ્યું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here