મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આગાહીને પગલે વરસાદી ઝાપટુ પડ્યું

0
22અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ(બ્યુરો ચીફ )

મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આગાહીને પગલે વરસાદી ઝાપટુ પડ્યું

મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદી માહોલ ઝામ્યો હતો

મેઘરજના જીતપુર, ઇસરી, રેલ્લાવાડા, તરકવાડા, વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યું

ગુજરાત રાજ્યમાં હવે ધીરે ધીરે ચોમાસુ બેસવાના એંધાણ થયી ગયા છે અને હવામાં ની આગાહી મુજબ કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં હવે ધીરે ધીરે પો મોન્સૂન એક્ટિવ થતા ચોમાસુ ચાલુ થવા લાગ્યું છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં તારીખ ત્રણ અને ચાર ના રોજ વરસાદ ની આગાહી કરવામાં આવી હતી અને આ આગાહી સાચી પડતા મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો જેમાં જીતપુર,તરકવાડા,ઇસરી,રેલ્લાવાડા,વિસ્તારમાં મોડી રાત્રે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અચાનક વરસેલા વરસાદ ને કારણે ખેડૂતોના ખેતરોમાં રહેલ પશુ માટેનો ઉનાળુ પાક જેવો કે બાજરી તેમજ જાળનો પાક પલરી ગયો હતો ત્યારે તૈયાર થયેલ પાક ખેતરમાં રહી જતા ખેડૂતોને મોટી આફત આવી પોહચી હતી. થોડા દિવસ પહેલા પણ વાવાઝોડા દ્વારા ગણું નુકશાન થયું હતું ત્યારે ફરી એક વાર કુદરતી આફત આવતા અચાનક વરસેલા વરસાદ ને કારણે ખેડૂતને નુકશાન વેઠવાનો વાળો આવતો હોય છે ત્યારે આવા સમયે ખેડૂતના વારે સરકાર આવે અને યોગ્ય સર્વ કરી સહાય આપે તેવી ખેડૂતોની માંગ સેવાઈ રહી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here