ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ…

0
50ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ચોમાસાની ઋતુનો વિધિવત રીતે પ્રારંભ:-જિલ્લાનાં ગામડાઓમાં સતત ત્રીજા દિવસે વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદ પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો…..

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ઋતુચક્રનો મિજાજ બદલાયો છે.ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે જૂન મહિનાનાં પ્રારંભથી જ મેઘ સવારી વિધિવત બની ગઈ છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ત્રણ દિવસથી બપોર બાદ વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ છે.ડાંગ જિલ્લામાં ગુરુવારે બપોરબાદ સાપુતારા, આહવા,ચીંચલી,બોરખલ,લિંગા,સુબિર, સાકરપાતળ,વઘઇ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામડાઓમાં વાવાઝોડા અને વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમ છેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં ગુરુવારે પડેલ વરસાદનાં પગલે જાહેર માર્ગો વરસાદી પાણીથી ઉભરાયા હતા.ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે વહેલુ ચોમાસુ બેસતા ડાંગી ખેડૂતોમાં આનંદ બેવડાયો છે.ડાંગ જિલ્લામાં સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદનાં પગલે જંગલ વિસ્તારની પ્રકૃતિ સૌંદર્યનાં સરતાજની સાથે મધમધી ઉઠવા પામી છે.જ્યારે ગિરિમથક સાપુતારા ખાતેનાં જોવાલાયક સ્થળોએ વરસાદી વાતાવરણ બાદ થોડા થોડા સમયાંતરે સર્જાતી ગાઢ ધુમમ્સીયા વાતાવરણની સફેદ  ચાદર અહી ફરવા આવતા પ્રવાસીઓ માટે મનમોહક બની જવા પામી છે.ડાંગ જિલ્લામાં ત્રીજા દિવસે વાવાઝોડા અને વીજળીનાં કડાકા ભડાકા સાથે પડેલ વરસાદનાં પગલે આ લખાઈ છે ત્યાં સુધીમાં કોઈ જાનહાનિ કે નુકસાનીનાં અહેવાલો સાંપડેલ નથી..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here