વાહન ચેકિંગ દરમિયાન સિમ ચોરીના બે આરોપી ને ઝડપી પાડતી રાજપારડી પોલીસ 

0
39વાહન ચેકિંગ દરમિયાન સિમ ચોરીના બે આરોપી ને ઝડપી પાડતી રાજપારડી પોલીસ

 

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન ના પી.એસ. આઈ જે.બી. જાદવ અને પોલીસ ની ટીમ વાહન ચેકિંગમાં હતી ત્યારે નેત્રંગ રોડ તરફથી એક મીણીયા થેલામાં કોઇ વસ્તુ લઇને આવતા બે ઇસમ દેખાતા પોલીસે તેમને રોકીને જોતા મીણીયા થેલામાં એક ઇન્વેટર મળી આવ્યુ.આ ઇન્વેટર ચોરીનું હોવાની ખાતરી થતાં પોલીસે આ પકડાયેલા બે આરોપીઓ મોતીભાઇ શનાભાઇ વસાવા રહે.અવિધા અને દિનેશભાઇ લાલજીભાઇ વસાવા રહે.નવા માલજીપરા તા.ઝઘડીયાની પુછપરછ કરતા અન્ય મુદ્દામાલ નવા માલજીપરા ગામ પાસે સારસા ડુંગર વિસ્તારમાં સંતાડેલ હોવાનું જણાવ્યું હતુ.ત્યારબાદ પોલીસે ચોરીનો સંતાડેલ મુદ્દામાલ કબજે લીધો હતો.જેમાં ગેલ્વેનાઇઝ લોખંડના પતરા નંગ ૪૧,લોખંડની એંગલો નંગ ૨૦,દવા છાંટવાનો પંપ નંગ ૧,ઇન્વેટર નંગ ૧,રબરનો ૧૦૦ ફુટ લાંબો પાઇપ અને ૪ નંગ હેલોજન લાઇટ મળીને રુ.૩૬૨૦૦ નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.આ બે આરોપીની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

ઈરફાન ખત્રી

રાજપારડીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here