રૂડા આવાસની બાંધકામ બંધ હોય તે બાબતે લોકોની વેદના સાથે રજૂઆત

0
44રૂડા એ પૈસા લઈ લીધા છતાં ઘણા લાંબા સમયથી આવાસ નથી આપતા !
રૂડા આવાસના લાભાર્થીઓએ ચેરમેન, બાંધકામ વીભાગને પત્ર દ્વારા જણાવ્યુ છે કે મુખ્ય સળગતો પ્રશ્ન છેલ્લા પાંચેક મહિનાથી હોળી-ધૂળેટીમાં મજૂરો વતન ગયા પછી આવ્યા ન હોય તેવા જવાબ બિલ્ડર પાસેથી મળેલ અને છેલ્લી અરજી દરમિયાન આપે પણ જણાવેલ. તો ત્યારબાદ પણ હજુ સુધી મજૂર આવેલ ન હોય કે બને સાઇટ ૧ બી.એચ.કે.  તથા ૨ બી.એચ.કે. બાંધકામ સંપૂર્ણ હોય તો વહેલી તકે ચાલુ કરવો. અને આપને વિનંતી કે તે ક્યારે ચાલુ થશે તેમજ પુરાણ થઈ ને સોપવાની તારીખ લેખિતમાં જણાવવા વિનંતી.

રૂડા દ્વારા કોંગ્રેસ વિપક્ષ પાર્ટીને આપેલ જવાબ તા.૦૩/૦૯/૨૦૨૦ અંતર્ગત આપને રજૂઆત કે જૂન-જુલાઇ ૨૦૨૧ માં કામ પૂર્ણ થશે જે વાયદો લેખિત જવાબમાં આપશ્રીને ખોટા પડવાની કે પૂર્ણ થાય તેવું લાગતું નથી. તો આપને આખરી વિનંતી કે વહેલી તકે કામ ચાલુ કરાવો અન્યથા અમે લોકો કાયદેસર કાર્યવાહી કરવા મજબૂર બનશુ અંતમાં અરજદારો ઉમેરેલ હતું હવે એ જોવાનું રહ્યું કે છેલ્લા ઘણા લાંબા સમયથી લોકો દ્વારા લેખિત તથા મૌખિક થતી રજૂઆત ને રૂડા દ્વારા કોઈ ધ્યાને લેવાતી ના હોય તેવું જાણવા મળેલ છે ૩/૩/૨૦૨૧ ની અરજી નો જવાબ અરજદારોને મળેલ નથી તો શું રૂડા ને કોઈ નિયમ કે કાયદા લાગુ નહીં પડતાં હોય ?LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here