સમગ્ર રાજયમાં અમલમાં મુકવામાં આવેલ નિયંત્રણો

0
43આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.

ગૃહ મંત્રાલય, ભારત સરકારના તા.૨૯.૦૪.૨૦૨૧ના હુકમ ક્રમાંક: 40–3/2020-DM-I(A)થી કોરોના સંક્રમણને રોકવા અદ્યતન સૂચનાઓ આપવામાં આવેલ છે. ૨. રાજ્યમાં coVID-19ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા.૨૭.૦૫.૨૦૧૧ના હુકમ ક્રમાંક : વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨– B થી.

સમગ્ર રાજયમાં કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ છે.

૩. રાજયમાં વર્તમાન પરિસ્થિતિની પુન: સમીક્ષા કરતા ગૃહ વિભાગના તા.૨૦.૦૫.૨૦૧૧ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅ/૧૦૨૦૨૦/૪૮૨– B થી સમગ્ર રાજયમાં અમલમાં મુકવામાં આવેલ નીચે મુજબના નિયંત્રણોની અવધિ તા.૦૪.૦૬.૨૦૨૧ના સવારના ૦૬:૦૦ કલાકથી તા.૧૧.૦૬.૨૦૨૧ના સવારના ૦૬:૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા સુધી લંબાવવામાં આવે છે.

  1. A. અઠવાડીક ગુજરી બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજક સ્થળો , જીમ, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.
  2. B. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ પ૦(પચાસ)વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
  3. C. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.
  4. D. સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક,Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાઝેકશન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ,એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ,સ્ટોક બ્રોકરો, ઈસ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહી.
  5. E. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. F. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોપ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમતચાલુ રાખી શકાશે.
  6. G. તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધિ ધાર્મિકસ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.
  7. H. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦ % પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. ૪. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે.

પ. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ૬. તમામ પોલીસ કમિશનરઓ/જિલ્લા મેજિસ્ટ્રેટઓએ તેમના અધિકારક્ષેત્રમાં આ હુકમના અમલ માટે Cr.P.C. તથા ગુજરાત પોલીસ એકટની જોગવાઇ હેઠળ જાહેરનામા બહાર પાડવાના રહેશે. ૭. આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર, જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસવડા દ્વારા કરવાનું રહેશે. ૮. આ હુકમના ભંગ બદલ THE EPIDEMIC DISEASES ACT 1897′ અન્વયે “THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020’ol જોગવાઇઓ, THE INDIAN PENAL CODE’ની કલમ 188 તથા THE DISASTER MANAGEMENT ACT’ની જોગવાઈઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here