બાયડની શિવમપાર્ક સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો હાથફેરો કરી ગયા

0
26વાત્સલ્યમ્ સમાચાર રિપોર્ટ ભરતસિંહ ઠાકોર અરવલ્લી અરવલ્લી જીલ્લાના બાયડ ખાતે શિવમપાર્ક સોસાયટીમાં બંધ મકાનમાં મુખ્ય દરવાજાનું તાળુ તોડી તસ્કરો હાથફેરો કરી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે વધુ પ્રાપ્ત માહિતી મુજબ, બાયડના ઉત્સવ સ્ટુડિયોમાં વિડિયો શૂટિંગનું કામ કરતા અને મુળ વાસણામોટાના રહેવાસી વિક્રમસિંહ ફતેસિહ પોતાના માદરે વતન ગયેલા ગયેલા હતા ત્યારે શિવમપાર્ક સોસાયટીમાં રહેતા તેમના પાડોશીએ સોમવારના સોમવારના રોજ તેમને ફોન કરી જણાવ્યું હતું કે, તમારા ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલું છે જેથી તાળું તુટ્યાની વાત સાંભળી હાંફળા ફાંફળા ફાંફળા દોડી આવેલા વિક્રમસિંહ શિવમપાર્ક સોસાયટી બાયડ આવીને જોતાં ઘરમાં સરસામાન વેરવિખેર પડેલો હતો અને તિજોરી તોડેલી હતી. તિજોરીની અંદર તપાસ કરતાં અંદર મુકેલી રોકડ રકમ રૂપિયા 22,000/-, ચાંદીના સિક્કા નંગ. 7, 200 ગ્રામ વજનના ચાંદીના છડા જોડ બે વિગેરે મળી કુલ રૃપિયા 30,100/-રૂપિયાની ચોરી થયાનું માલુમ પડયું હતું. ઘટનાની જાણ બાયડ પોલીસ ને થતાં ફરિયાદીની ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here