વર્ષના અંત સુધીમાં તમામ નાગરિકોનું રસીકરણ કરવાનો કેન્દ્રનો દાવો બોગસ: મમતા

0
40કોલકાતા: ૨૦૨૧ના અંત સુધીમાં પુખ્ત વયના નાગરિકોનું રસીકરણ કરવાનો વિશ્ર્વાસ કેન્દ્ર સરકારે સોમવારે વ્યક્ત કર્યો હતો, પણ પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એ દાવો બોગસ હોવાની વાત બુધવારે કહી હતી.

એમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર એવા દાવા કરે છે. બિહારની ચૂંટણી અગાઉ એમણે રાજ્યના બધાને રસી આપવાનું વચન આપ્યું હતું, પણ એવું થયું નહીં.
ડોઝ વચ્ચેના ગાળાને ધ્યાનમાં લઇએ તો આખા રાજ્યના બધા પુખ્ત વયના નાગરિકોને રસી આપતા છ મહિનાથી એક વર્ષનો સમય લાગશે.

મમતાએ વધુમાં જણાવ્યું હતું કે મારી સરકારે વૅક્સિન ખરીદવા માટે દોઢસો કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં રાજ્યના દસ કરોડ લોકોમાંથી ફક્ત ૧.૪ કરોડને જ રસી આપી શકાઇ છે.

કેન્દ્ર સરકાર રાજ્યોને રસી નથી મોકલતી. જે કંઇ મોકલે છે, એ થોડા દિવસમાં જ ખલાસ થઇ જાય છે. એમણે રાજ્ય સરકારને મફતમાં રસી આપવી જોઇએ. (પીટીઆઇ)LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here