પરીવારના સભ્યો વતન ગયા હતાં અને ચોરોએ આપ્યો ચોરીનો અંજામ

0
31હળવદના જાની ફળીમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન : સોનાના દાગીનાની ચોરી

હળવદના વિવિધ વિસ્તારમાં ચોરીના બનાવોમાં નોધપાત્ર વધારો થયો છે જેમાં શહેરના મહર્ષિ ટાઉનશીપમા ખેડુતના ઘરમા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ ચોરી,સુનિલનગરમા શિક્ષકના ઘરમા રોકડ ચોરી તેમજ માનસર ગામમાં ખેડુતના ઘરમા ચોરી લગભગ ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસને અસફળતા મળી છે ત્યારે ફરી શહેરના જાની ફળીમા ચોરોએ બંધ ઘરને નિશાન બનાવી સોનાના દાગીની ચોરી કરી હોવાની ફરીયાદ હળવદ પોલીસ મથકે નોંધાવી છે.મળતી માહિતી મુજબ હળવદ કોર્ટમાં સિનિયર ક્લાર્કની ફરજ બજાવતાં અને શહેરના જાની ફળી વિસ્તારમાં રહેતા યોગેશસિંહ ચૌહાણ કોરોનાથી સંક્રમિત થતાં તેઓ પરિવાર સાથે તેઓના વતન રાજસ્થાન ગયા હતા અને સ્વસ્થ થયા બાદ પરિવાર સાથે હળવદ પોતાના ઘરે પરત ફરતા ઘરમાં ચોરી થયાનું સામે આવ્યું હતું જેમાં તસ્કરોએ રહેણાંક મકાનમાં રહેલ સોનાના દાગીના અને પુત્ર દ્વારા બે વર્ષથી ગલ્લાની બચત સહિત 1.77 લાખની ચોરી થયાની પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે

વિશાલ જયસ્વાલ હળવદLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here