નાયબ વન સંરક્ષક ની કચેરી ના કોટ પાસે જ વૃક્ષો ટ્રી-ગાર્ડ મા ૧૫ વર્ષ થી કેદ પણ વનવિભાગ ને એ હટાવવા ની ફુરસત નથી ???

0
35નાયબ વન સંરક્ષક ની કચેરી ના કોટ પાસે જ વૃક્ષો ટ્રી-ગાર્ડ મા ૧૫ વર્ષ થી કેદ પણ વનવિભાગ ને એ હટાવવા ની ફુરસત નથી ???

જંગલો પછી બચાવજો પેહલા તમારી કચેરી ની બહાર આવેલા વૃક્ષો ને બચાવો ! ઝાડ ના થડ મા લોખન્ડ ના તાર ગરકી ગયાં પણ સામાજિક વનીકરણ ના ઉચ્ચ અધિકારીઓ ને દેખાતા નથી !!!????

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા વન વિભાગ ના રાજપીપળા ના વડિયા પેલેસ ના કમ્પાઉન્ડ કોટ પાસે આશરે ૪૦ જેટલા વૃક્ષો લોખંડ ના પાંજરાઓ મા કેદ છે, પાંજરા ઉપર લખેલા વર્ષ ૨૦૦૫ મુજબ ૧૫ વર્ષ થયાં હવાનું અનુમાન કરી શકાય તેમ છે. આ વૃક્ષો જેમ જેમ મોટા થતાં ગયાં તેમ તેમ પાંજરા ના તાર એ વૃક્ષ મા ગરકી ગયાં છે. વૃક્ષો ના વિકાસ સાથે એના થડ નો ઘેરાવો વધતા પાંજરા ના તાર ના બંધારણ એ વૃક્ષો નો વિકાસ રૂંધી નાખ્યો તેવું સ્પષ્ટ દેખાય છે. વડિયા પેલેસ કમ્પાઉન્ડ મા જ વનવિભાગ ની સામાજિક વનીકરણ સહિત અન્ય કચેરીઓ સહિત ફોરેસ્ટ કોલેજ અને સંશોધન ની લેબોરેટરીઓ આવેલી છે. ત્યારે દરરોજ વર્ષ ના ૩૬૫ દિવસ અહીંયા થી પસાર થઈ ઓફિસો મા આવતા જતા વન વિભાગ ના બાહોશ અધિકારી અને જાંબાજ કર્મચારીઓ ને આટલા વર્ષો ના વ્હાણા વીતી ગયા બાદ પણ કેમ દેખાતું નથી??? તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here