સરકારે ૨૦ વર્ષમાં ફાયર એનઓસી અને બીયુ માટે શું કર્યું? હાઇ કોર્ટે ઝાટકણી કાઢી

0
37અમદાવાદ: ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે આજે હાઈ કોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે, જેમાં હાઇ કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરતી વિગતો રજૂ નહીં કરી હોવાની અરજદારની રજૂઆત બાદ કોર્ટે આકરી ટકોર કરી હતી.

હાઇ કોર્ટે કોર્પોરેશનને કડક શબ્દોમાં કહ્યું હતું કે બીયુ પરમિશન વગરની તમામ જગ્યાએ કાર્યવાહી કરો, કોઈ અણબનાવ બને એની રાહ જોવાની છે? માત્ર ફાયર એનઓસી પર નહીં, બીયુ પરમિશન પર પણ ભાર મૂકો.

હાઇ કોર્ટે વધુમાં કહ્યું હતું કે, તમે કહો છો કે અમે ધ્યાનમાં લીધું છે, તો છેલ્લાં ૨૦ વર્ષથી શું કર્યું એ કહો ને? અમે કહીએ એટલે જ કાર્યવાહી કરવાની કે કોઇ પીઆઇએલ ન કરે ત્યાં સુધી કંઈ નહીં કરવાનું? તમારે આ બાબતે નાગરિકોની ભૂલ હોય તો તેમના પર પણ કાર્યવાહી કરો. સ્કૂલ ખૂલતાં પહેલાં એની ફાયર એનઓસીની તપાસ કરો અને બીયુ પરમિશન પણ છે કે નહીં એ તપાસો. તમામ હૉસ્પિટલમાં ફાયર એનઓસી ફરજિયાત જોઈએ. હૉસ્પિટલને કહો કે હૉસ્પિટલની બહાર એક બોર્ડ લગાવે કે અમારી પાસે ફાયર એનઓસી નથી, પછી જુઓ કોણ એડમિટ થાય છે? આ બધી બાબત તમને સજેસ્ટ કરવા માટે અમારે કહેવું પડે છે, તમારી જોડે સારા ઓફિસર છે તો તેમની સલાહ લો અને આ બધી વ્યવસ્થા કરાવો. હાઇ કોર્ટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, માત્ર ખાનગી રહેણાંક, ઉદ્યોગગૃહો અને કોમર્શિયલ બિલ્ડિંગની વિગતો પૂરતી નહીં હોય, સરકારી ઇમારતો અને સરકારી શાળાઓની ફાયર સેફ્ટી અંગેની વિગતો પણ તમારે રજૂ કરવી પડશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here