આંખને પોષણ આપતી નસો ખરાબ થઇ જાય છે તેથી જો કાઢવામાં ન આવે તો બ્લેક ફંગસ મગજ સુધી પહોંચી જાય છે

0
37વાત્સલ્યમ્ સમાચાર રિપોર્ટ ભરતસિંહ ઠાકોર અરવલ્લી

આંખને પોષણ આપતી નસો ખરાબ થઇ જાય છે તેથી જો કાઢવામાં ન આવે તો બ્લેક ફંગસ મગજ સુધી પહોંચી જાય છે

બ્લેક ફંગસ શરીરના અન્ય અવયવોની સાથે આંખને પણ મોટું નુકશાન કરે છે. જો સમયસર સારવાર ન મળી તો આંખ ગુમાવવાનો વારો આવે છે અને લાખો રૂપિયા ખર્ચવા છતાં બીજી આંખ બેસાડી શકાતી નથી. બ્લેક ફંગસના કારણે આંખને પોષણ આપતી નસો ખરાબ થઇ જાય છે અને આંખ કાઢવામાં ન આવે તો બ્લેક ફંગસ મગજ સુધી પહોંચી જાય છે
મ્યુકોરમાઈકોસીસ ઉપર રોહતકની એક હોસ્પિટલે મહત્ત્વનો ખુલાસો કર્યો છે. બ્લેક ફંગસથી જે પણ વ્યક્તિની આંખની રોશની ચાલી જાય છે તેમાં બીજી વખત ક્યારેય રોશની આવવાની સંભાવના રહેતી નથી. એક વખત આંખ કાઢી નાખ્યા બાદ બીજી આંખ પણ ફીટ કરી શકાતી નથી

ડોક્ટરોનું કહેવું છે કે બ્લેક ફંગસને કારણે આંખોની નસો સંપૂર્ણ રીતે ખરાબ થઈ જાય છે જેના કારણે આંખ કાઢવી પડે છે. જો પ્રારંભે લક્ષણોની ખબર પડી જાય તો આંખને બચાવી શકાય છે. પીજીઆઈએમએસ-રોહતકમાં બ્લેક ફંગસને કારણે ચાર દર્દીઓની આંખો કાઢવામાં આવી છે જેને માત્ર આર્ટિફિશિયલ આંખ જ લગાવી શકાય છે પરંતુ તેમાં રોશની પરત ફરી શકતી નથીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here