ટંકારા થી ટોળ ગામ સુધીનો રસ્તો મંજુર થઇ ગયો હજુ કામ શરુ નથી થયું

0
49 

ટંકારા તાલુકાના અમરાપર ટોળ ગામનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોય જે નવો બનાવવા માટે સરકારે રોડના કામને મંજુરી આપી દીધી છે જોકે ૫ માસ જેટલો સમય વીત્યા છતાં હજુ કામ પણ શરુ કરાયું નથી ટંકારાના અમરાપર ટોળ ગામનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય જ્યાંથી બાઈક લઈને નીકળવું પણ મુશ્કેલ છે જે રસ્તાના કામને મંજુરી પણ આપી દેવામાં આવી છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ ટંકારા પડધરી મત વિસ્તારમાં આવતા ટંકારા અમરાપર ટોળ રોડ જેની ૯.૮૯ કિલોમીટર લંબાઈ રોડ માટે ૬.૮.૬૪ લાખના કામને મંજુરી આપવામાં આવી છે જે રોડ મંજુર થયાને ૫ માસ વીત્યા છતાં હજુ કામ શરુ પણ કરાયું નથી અને ચોમાસું નજીક છે ત્યારે રોડ ક્યારે બનશે તેવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે અનેક રજૂઆત બાદ રોડ મંજુર કરાયો છે તો હવે રોડનું કામ કરવામાં સ્થાનિક તંત્ર આડોડાઈ કરી રહ્યું હોય તેવો ઘાટ ઉપસી રહ્યો છે હાલ રસ્તામા ગાબડા નહી પણ ગાબડામા રસ્તો હોય તેવી હાલત છે જેથી રોડનું કામ જલ્દીથી શરુ કરવા તંત્રને ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઘેલાભાઈ ફાંગલીયા દ્વારા રજૂઆત કરાઈ છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here