વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ને જોડતા ઝઘડિયા થી રાજપારડી-ઉમલ્લા ના માર્ગ ઘણા સમયથી બિસ્માર

0
43વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ને જોડતા ઝઘડિયા થી રાજપારડી-ઉમલ્લા ના માર્ગ ઘણા સમયથી બિસ્માર


ઝઘડીયા તાલુકાની જનતા બિસ્માર માર્ગોથી ત્રાહિમામ

એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને વિશ્વ કક્ષાનું પ્રવાસ સ્થળ બનાવાઈ રહ્યું છે અને તેને જોડતા ચાર માર્ગીય રસ્તાનું કામ ક્યારે પૂર્ણ થશે..???

સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડત મહત્વના માર્ગની કામગીરી ક્યારે શરુ થશે તે બાબતે પ્રશ્નાર્થ

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો ચાર માર્ગીય રસ્તો કહેવા પૂરતો જ રહી ગયો છે ઝઘડિયા તાલુકામાં ઘણા વર્ષોથી બિસ્માર રસ્તાઓ થી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતા ક્યાં સુધી થીંગળા મારેલા રસ્તાઓ ચલાવી લેવાના તે પ્રશ્નાર્થ રહી ગયો છે
આ ધોરીમાર્ગ પર જ્યાં જ્યાં માર્ગે ની કામગીરી થઈ ગઈ હતી ત્યાં પણ માર્ગ બિસ્માર બની રહ્યો છે ગયા વર્ષે રાજપારડી ચાર રસ્તા નજીક ચોમાસા દરમિયાન રોડ પરના ગાબડાઓમાં વરસાદી પાણી ભરાતા તેમાં વાહનચાલકો ફસાવાના બનાવો થતાં હોબાળો થયો હતો ત્યારે તંત્ર એકા એક જાગ્યું હતું અને કેટલી જગ્યાએ રોડ દુરસ્ત કરવા મેટલિંગ કામગીરી કરવામાં આવી હતી કેટલાક સ્થળોએ ડામરયુક્ત મેટલો પાથરીને તેના પર ડામર કાર્પેટ ના કરાત અણીદાર પથ્થરોને કારણે વાહનોના ટાયર ને નુકસાન થતું હોવાની ચર્ચાઓ વાહનચાલકોમાં ઉઠવા પામી છે આ ધોરીમાર્ગ રાજપીપળા ની આગળ કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો મહત્વનો ધોરીમાર્ગ છે ભવિષ્યમાં સ્ટેચ્યુ ની મુલાકાતે આવનારા સહેલાણીઓની સંખ્યા નોંધપાત્ર વધારો થવાનો છે ત્યારે આ ધોરીમાર્ગ ની અધુરી કામગીરી તાકીદે શરૂ કરવામાં આવે તેવી લાગણી ભરૂચ અને નર્મદા જિલ્લાની જનતામાં દેખાઈ રહી છે રાજપીપળાની આગળ આ માર્ગ બોડેલી છોટાઉદેપુર સાથેના માર્ગ સાથે જોડાય છે છોટાઉદેપુર ની આગળ મધ્યપ્રદેશ તરફના વાહનો પણ સુરત મુંબઇ તરફ જવા માટે આજ માર્ગ ઉપયોગ કરે છે ત્યારે 24 કલાક વાહનોની રફતારથી ધબકતા રહેતા આ મહત્વના ધોરીમાર્ગને વધારે બિસ્માર બનતો અટકાવી ને અધૂરી રહેલી ચાર માર્ગીય કામગીરી તાકીદે શરૂ કરવામાં આવે તે જરૂરી બન્યું છે અંકલેશ્વર-રાજપીપળા વચ્ચે ના ધોરીમાર્ગને ચારમાર્ગીય બનાવવાની કામગીરી ને લઇને આ માર્ગ પર આવતા પુલો અને નાણાં પણ ડબલ બનાવવાની કામગીરી શરૂ થઈ હતી પરંતુ માર્ગની ખોરંભે પડેલી કામગીરીને લઇને નવા બનાવાતા નાળા અને પુલો ની કામગીરી પણ અધૂરી પડી છે લાંબા સમયથી માર્ગની ખોરંભે પડેલી કામગીરીને લઇને માર્ગની કામગીરી ક્યારે પૂર્ણ થશે એ બાબતે સવાલ ઉઠવા પામ્યા છે

ઈરફાન ખત્રી
રાજપારડીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here