ડાંગ જિલ્લામા આજે નોંધાયા નવા ત્રણ કેસ : બે દર્દીઓને રજા અપાઈ : એક્ટિવ કેસ ૬

0
48ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામા આજે ‘કોરોના’ ના નવા ત્રણ કેસ સામે આવ્યા છે. જ્યારે બે દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૬૮૮ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૬૮૨ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૬ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે જિલ્લાના એક્ટિવ કેસોના તમામે તમામ છ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે. “કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૧૩૯ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૧૧૨૪૫ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે. જિલ્લામા આજની તારીખે કુલ ૧૬ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૬૩ ઘરોને આવરી લઈ ૨૫૬ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૧૫ બફર ઝોન (એક્ટિવ)મા ૧૧૫ ઘરોને સાંકળી લઈ ૪૫૧ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૧૦૫ RT PCR અને ૯૩ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૧૯૮ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૧૦૫ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ ૫૧,૪૧૧ સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે. જે પૈકી ૫૦,૬૧૮ નેગેટીવ રહ્યા છે. વેકસીનેસન ની વિગતો જોઈએ તો જિલ્લામા આજદિન સુધી ૨૧૧૪ (૮૫ ટકા) હેલ્થ કેર વર્કરો, ૪૯૭૩ (૯૯ ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને ૨૮૭૭૬ (૪૫+) ૫૦ ટકા નાગરિકો મળી કુલ ૩૫૮૬૩ લોકોને વેકસીન આપી દેવામા આવી છે. કોરોનાને કારણે આ અગાઉ ડાંગ જિલ્લામા અત્યાર સુધી કુલ ૨૮ મૃત્યુ નોંધાઈ ચુક્યા છે. ઉપરાંત જિલ્લામા આ અગાઉ મ્યુકોરમાઇકોસીસ નો પણ એક કેસ નોંધાવા પામ્યો છે. આજે નોંધાયેલા ‘કોરોના’ના ત્રણ પોઝેટિવ કેસોની વિગતો જોઈએ તો સરવર, ઇસદર, અને ટેકપાડા ગામે એક એક કેસ નોંધાયા છે. –LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here