આહવા સીવીલનાં નિષ્ણાંત ડોકટરોએ મોંતના મુખમાં ગયેલી ગર્ભવતી મહિલાને બચાવી લીધી

0
55ડાંગ:- મદન વૈષ્ણવ

આહવાની સીવીલ હોસ્પિટલમાં ઘણી બીમારીઓ માટે ઘણાં નિષ્ણાંત ડૉક્ટર છે.  જેઓ લોકોના જીવ બચાવવા પુરુ જ્ઞાન લગાવી દે છે.  તાજેતરમાં જ જવતાળા ગામની 32 વર્ષિય ગર્ભવતી મહિલા કેસરબેન વિજય ચૌધરીને બચાવી લેવામાં આવી છે,

એ મહિલાને પરિવારજનોએ પોતાના ઘરે સામાન્ય ડીલીવરી કરવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળના થયા ને આહવા સિવિલ હોસ્પિટલમાં લાવ્યા, જ્યાં માતાના ગર્ભમાં જ બાળક મરેલ હતું જેથી માતાને બચાવવું અનિવાર્ય હતું. અહિં વલસાડ રીફર કરીએ તો પણ માતા બચે એવી પરિસ્થિતિ ના હતી. તેથી પરિવાર સભ્યો એ રિસ્ક લઈને ઓપરેશન કરવા જણાવ્યું. ડૉ. ધારા પટેલ(ગાયનેક), ડૉ. જીજ્ઞેશ પટેલ અને ડૉ. જલપેન પટેલ (એનેસ્થેસિયા), બ્રધર મોહન અને સીસ્ટર ભાગ્યશ્રી એ મહિલાનું ઓપરેશન કરી તેઓને બચાવી લેવામાં આવી છે. ઓપરેશન બાદ મહિલાની આહવા સિવિલ હોસ્પિટલમાં દશ દિવસ સુધી સારવાર કરવામાં આવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here