તાલુકામાં કોરોના મહામારી વચ્ચે જન આરોગ્ય સાથે ચેડા કરનાર બે બોગસ તબીબ જેલ ભેગા.

0
49રિપોર્ટર, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

હાલમાં ચાલી રહેલી કોરોના વૈશ્વિક મહામારીમાં જન આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબો પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવા આપેલ સુચનાને આધારે નેત્રંગ પોલીસ મહાનીરીક્ષક, પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અને પોલીસ સબ ઇન્સપેક્ટર એન.જી.પાંચાણીની સુચના મુજબ નેત્રંગ તાલુકામાંથી બે બોગસ તબીબો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી.

નેત્રંગ પોલીસને બાતમીદાર થકી બાતમી મળી હતી કે થવા સ્ટેશન ફળિયામાં ચિત્તરંજના દિનાનાથ મંડલ નામનો માણસ તથા નેત્રંગ ચાર રસ્તા પાસે માંડવી રોડ ઉપર એક ઈસમ દવાખાનુ ખોલી તથા પોતાના ઘરે લોકોને દવાઓ તથા ઈંજેકશનો આપે છે. જે બાતમી આધારે નેત્રંગ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ એન.જી. પાંચાણી તેમજ સ્ટાપ બાતમીવાળી જગ્યા ઉપર પંચો સાથે વારાફરતી તપાસ કરતા બે બોગસ તબીબો કે જે જન આરોગ્ય સાથે ચેડા કરતા હતા તે મુજબના બન્ને બોગસ તબીબો મળી આવ્યાં હતાં.

બને બોગસ તબીબો પાસે ક્લિનિક ચલાવવા અંગેના સરકારશ્રીના નિયમ મુજબના સર્ટીફીકેટ તથા ડોકટરને લગતી ડીગ્રી સર્ટીફીકેટ છે કે નઈ તે અંગે તપાસ કરતા બંને બોગસો પાસે ક્લિનિક ચલાવવા અંગેના સર્ટીફીકેટ તથા ડોકટરને લગતી ડીગ્રી સર્ટીફીકેટ ન હોવાથી બંનેના ઘર તથા ક્લિનિકની તપાસ કરતા આરોપી (૧) ચિત્તરંજના દિનાનાથ મંડલ પાસે થી દવાઓ,ઈન્જેકશનો તથા સાધનો મળી કૂલ રૂ.૧૦૭૦.૭૦/- તેમજ આરોપી (૨) પિયુષભાઇ વિનોદભાઇ સરકાર (શર્મા) પાસેથીદવાઓ,ઈન્જેકશનો તથા સાધનો મળી કૂલ રૂ. ૪,૯૪૪/- અલગ અલગ કંપનીની દવાઓ, ઈન્જેકશનો તથા સાધનો મળી આવતા બન્ને ઈસમો વિરુધ્ધ આઈ.પી.સી. કલમ-૪૧૯,૩૩૬ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ-૩૦ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here