પોરબંદરની લેડી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાશે

0
39
પોરબંદર

વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન- VYOના ઉપક્રમે ગુજરાતના વિવિધ શહેરોમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે નવ ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

સમગ્ર કાર્યક્રમ VYOના સંસ્થાપક વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયો હતો. નવ ઓક્સિજન પ્લાન્ટમા એક પ્લાન્ટ પોરબંદર જિલ્લાને ફાળવવામા આવ્યો છે. પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ ખાતે ઓક્સીજન પ્લાન્ટનો સામાન આવી પહોચ્યો છે. સિવિલ હોસ્પીટલ બાદ લેડી હોસ્પીટલ ખાતે પણ નજીકના ભવિષ્યમા ઓક્સીજન પ્લાન્ટ ઉભો કરાશે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની માંગ ખૂબ વધી ગઈ હતી ઓક્સિજનની માંગ દૈનિક 800 મે. ટનથી વધીને 10,000 મે. ટન સુધી પહોંચી ગઈ હતી, તેવા સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાથે સાથે VYO જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઓક્સિજન ઉપલબ્ધ કરવાની પહેલ કરી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, વ્રજરાજકુમારજીના નેતૃત્વમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને તેના લાખો વૈષ્ણવજનો દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન, સમાજ સેવા, માનવ સેવા અને રાષ્ટ્ર સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. કોરોનાની બીજી વેવમાંથી આપણે ઝડપી બહાર આવી રહ્યા છીએ જ્યારે ત્રીજી વેવ સામે મક્કમતાથી લડવા તૈયારી કરી હોવાનું જણાવ્યું હતું. પોરબંદરમાં આ પ્લાન્ટથી 166 લીટર ઓક્સિજન પ્રતિ લીટર પેદા કરશે. જે નર્સિંગ હોસ્પિટલને પણ આપી શકાશે. 10 દિવસમાં આ પ્લાન્ટ કાર્યરત થશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here