હાઇવે રોડ ઉપર ટ્રક ડ્રાઇવરોને હથિયાર બતાવી લૂંટ ચલાવતી ટોળકીને પકડી પાડી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી પાડતી અંજાર પોલીસ.

0
46અંજાર કચ્છ : અંજાર પોલીસ સ્ટેશન ના પી.આઇ એમ.એન. રાણા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યાંરે બાતમી મળેલ કે કોઈ શંકાસ્પદ ઇસમો લાલ કલરના બાઇક ઉપર ભચાઉ બાજુથી ગાંધીધામ તરફ જઇર રહ્યા છે પોલીસે વોચમાં હતી ત્યારે તેઓને મળેલ બાતમીના આધારે જે લૂંટ થયેલ હતી અને જે લૂટમાં ગયેલ આઇ.ડી. પ્રૂફ તથા રોકડ રકમ અને ગુના વખતે વપરાયેલ વાહન સાથે ત્રણ ઇસમોને મુદામાલ સાથે રાઉન્ડ અપ કરી ગણતરીના કલાકોમાં હાઇવે લૂટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

જેમાં પકડાયેલા આરોપીઓમાં (૧) વિષ્ણુભાઈ રાજુભાઈ મોસપરા (દેવીપુજક) (ઉ.વ.૧૯) હાલ રહે.GIDC ઝુપડાં, કાર્ગોની બાજુમાં, ગાંધીધામ મુળ રહે. જેસડા તા. સમી જી. પાટણ (૨) કિશન ચમનભાઈ ઝઝવાડીયા (દેવીપુજક) (ઉ.વ.૨૨). હાલ રહે. GIDC ઝુપડાં, કાર્ગોની બાજુમાં, ગાંધીધામ મુળ રહે. બાસ્પા તા. સમી જી. પાટણ અને (૩) જીતુભાઈ ગોવીંદભાઈ ધધાણીયા (દેવીપુજક) (ઉ.વ. ૨૦) હાલ રહે. GIDC ઝુપડાં, કાર્ગોની બાજુમાં, ગાંધીધામ મુળ રહે. તારોડા તા. સમી જી. પાટણ વાળાને પકડી પડેલ હતું. તો કબ્જે કરાયેલા મુદામાલમાં (૧) રોકડા રૂપીયા.૪,૧૧૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- (૩) હીરો હોન્ડા મો.સા.નંબર-GJ 12 Q 1893 કિ.રૂ.૩૫,૦૦૦/- કુલ કિ.રૂ.૪૯,૧૧૦/- તો આરોપીઓ કેવી રીતે ગુન્હાને અંજામ આપતા તેવું જણાવતા પી.આઇ. રાણાએ કહેલ કે, આ આરોપીઓ બાઇક લઇ હાઇવે રોડ પર નીકળી બંધ ઉભેલ વાહન ચાલકોને હથિયાર બતાવી તેઓને ઇજા કરી તેઓ પાસે રહેલ રોકડ તથા કિંમતી મુદામાલની લૂંટ ચલાવતા હતા. આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન. રાણા અને તેમની સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here