ભુજ શહેરમાંથી બોગસ ડોક્ટર પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ 

0
36







રમેશ મહેશ્વરી દ્વારા

ભુજ કચ્છ :- હાલમાં વેશ્વીક મહામારી COVID 19 ( કોરોના ) ની બીમારી ફેલાયેલ હોય જેથી અત્રેના જીલ્લામા ડીગ્રી વગરના ( બોગસ ) ડોક્ટરોને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આવી રહી છે ત્યારે જે અનુસંધાને પશ્વિમ કચ્છ ના પોલીસ વડા એસ.પી,સૌરભસિંઘ ઓને ભુજનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભીડનાકા બહાર દાદુપીર રોડ જવાના રસ્તે ડો.અરવિંદભાઇ મિસ્ત્રી નામના દવાખાનામાં અબ્દુલ ઉર્ફ ડો.ગફુરભાઇ ઇબ્રાહીમ ચૌહાણ નામવાળો ઇસમ કોઇપણ પ્રકારની માન્ય ડીગ્રી વિના પેશન્ટોને ઘણા સમયથી તપાસી તેઓની સારવાર કરી દવાઓ પણ આપી રહેલ છે તેવી બાતમી મળતા આ બાતમી મે પોલીસ અધિક્ષક નાઓએ ભુજ શહેર બી ડીવીજન પોલીસ સ્ટેશન પો.ઇન્સ,આર.ડી.ગોજીયા નાઓને આપતા તેઓએ તથા તાબાના માણસો તેમજ આરોગ્ય ખાતાના મેડીકલ ઓફીસર,ડો.ખેતાજી ભુરજી સોઢા,(એમબી.બી.એસ)- અર્બન હેલ્થ સેન્ટરનાઓને બોલાવી તેઓ તથા પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને પકડી પાડેલ આરોપી,

અબ્દુલ ઇબ્રાહીમ ચૌહાણ,(ઉ.વ.૬૦) રહેભીડનાકા બહાર,ઢેબા ફળીયુ આરોપી પાસેથી કબજે કરેલ મુદામાલ,મેડીકલ પ્રેક્ટીશના સાધનો તથા દવાઓ મળી કુલ મુદામાલ કિ.રૂ .૪,૯૫૪.કબ્જે કરીને મજકુર ઇસમને નામદાર કોર્ટની ગાઇડલાઇન મુજબ કોવિડ -૧૯ ના કોરોના રીપોર્ટ કરવા સારૂ મોકલાવી આપી તેઓ વિરુદ્ધમાં કાઢેસરની કાર્વાહી કરી ગુનો દાખલ કરેલ હોય અને આ ગુનાની આગળની તપાસ વી.આર ઉલ્વા પો.સબ ઇન્સ નાઓ ચલાવી રહેલ છે.આ કામગીરીમાં પો.ઇન્સ, આર.ડી.ગોજીયાનાઓની સાથે સાથે પો.સબ.ઇન્સ,વી.આર ઉલ્વા તથા એએસઆઇ પંકજકુમાર કુશવાહા તથા નવીનભાઇ જોષી તથા રાજેન્દ્રસિંહ રાઠોડ , તથા પુથ્વિરાજસિંહ જાડેજા , અનીરૂધ્ધસિંહ જાડેજા તથા રમેશભાઇ પરમાર એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here