મેઘરજ તાલુકાના ત્રણ કેન્દ્રો પર કોરોના વેક્સીન અભિયાન હાથ ધરાયું 

0
32અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

મેઘરજ તાલુકાના ત્રણ કેન્દ્રો પર કોરોના વેક્સીન અભિયાન હાથ ધરાયું

કોરોના કહેર વચ્ચે કોરોના વાયરસે કેટલાય લોકોના ભોગ લીધા કેટલાક લોકોએ પોતાના પરિવાર ને ગુમાવાનો વારો આવ્યો. કોરોના ના વધતા જતા સંક્રમણ ને અટકાવવા સરકાર દ્વારા વિવિધ ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી ત્યારે કેટલાક અંશે થોડો ભય ઓછો થવા લાગ્યો પરંતુ કોરોના ની બીજી લહેર વચ્ચે ઘણા લોકો કોરોના ની જપટ મા આવતા સંક્રમિત થયાં. ત્યારે કોરોના કહેર વચ્ચે તંત્ર ની ઉંગ હરામ થયી ગયી હતી આ કોરોના કહેર વચ્ચે જયારે કોરોના વેક્સીનને લીલી ઝંડી આપવામાં આવી ત્યારે થોડા અંશે કોરોના ધીમો પડશે તેવું લાગી રહ્યું હતું પરંતુ શરૂઆત મા કોરોના વેક્સીન 45 વર્ષ થી ઉપરના વયને લોકોને આપવાની શરૂઆત કરવામાં આવી પરંતુ કોરોના ની બીજી લહેર ભયાનક બનતા તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા 18 થી 44વર્ષ ના તમામ લોકોને કોરોના વેસક્સીન આપવાનું નક્કી કરાયું પરંતુ તેમાં પણ શરૂઆત ના ધોરણે ગુજરાત સરકાર દ્વારા કેટલાક જિલ્લામાં જ વેક્સીન શરુ કરાઈ હતી. અને જયારે ફરી એક વાર ગુજરાત સરકાર દ્વારા આ કોરોના વેક્સીન ને સમગ્ર ગુજરાતનાં જિલ્લા ને આવરી લેવાની ગયી કાલે જાહેરાત કરતા આજ રોજ અરવલ્લી જિલ્લામાં વિવિધ તાલુકામાં 18 વર્ષથી 44 વર્ષ સુધીના રજીસ્ટ્રેશન કરેલા લોકોનું વેક્સીનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ત્રણ કેન્દ્રો પર વેક્સીન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં મેઘરજ ના રેલ્લાવાડા પી એસ સી કેન્દ્ર,કુણોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને મેઘરજ આરોગ્ય કેન્દ્ર પર કોરોના વેક્સીન નું અભિયાન હાથ ધરાયું છે જેમાં આજ રોજ 600 લાભાર્થીઓ ને વેક્સીન નો પ્રથમ ડોઝ આપવામાં આવશે ત્યારે આવા સમયે 18 વર્ષથી ઉપરનાં લોકોએ કોરોના વેક્સીન લેવા માટે ઉત્સાહ રાખી સવારથીજ રસી લેવા માટે જોડાયા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here