ડાંગ એલ સી.બી પોલીસે દારૂનો જથ્થો ભરેલ એક્સ્યુવી સાથે 4 બુટલેગરોની ધરપકડ કરી..

0
41ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની એલ.સી.બી પોલીસની ટીમે વઘઇ તાલુકાનાં કલમખેત ઘોડા વિસ્તાર નજીકથી  કુલ 1.86 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મહિન્દ્રા XUV સાથે 4 બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…                                        પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ગતરોજ ડાંગ એલ.સી.બી 7પી.એસ.આઈ.પી.એચ.મકવાણા,હે.કો.રણજીતભાઈ પવાર,હે.કો.હરીશભાઈ બાગુલ,હે.કો. પ્રમોદભાઈ નિવર,લક્ષમણભાઈ ગવળી સહિતનાંઓ પ્રોહીબિશન જુગાર ધારા નેસ્ત કરવા માટે પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.તે દરમ્યાન તેઓની ખાનગી રાહે બાતમી મળેલ કે એક દારૂ ભરેલી મહિન્દ્રા XUV ગાડી ચનખલથી મહાલ રોડ તરફ જાય છે.જે બાતમીનાં આધારે ડાંગ જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમે સતર્કતા રાખી વોચ ગોઠવી હતી.તેવામાં ડાંગ એલ.સી.બી પોલીસની ટીમને જાણવા મળેલ કે બરડીપાડા નાકુ બંધ હોવાથી આ મહિન્દ્રા XUV ગાડી.ન. જી.જે.23.સી.સી.2222 પરત ફરી ભુજાડથી ભેંસકાતરી તરફ જઈ રહી છે.જેથી પોલીસની ટીમે ભુજાડ નજીક માર્ગ બ્લોક થાય તે રીતનાં પોતાના ખાનગી વાહનો ઉભા રાખતા મહિન્દ્રા XUV ગાડી.ન.જી.જે.23.સી.સી.2222 નો ચાલક તથા અન્ય બે ઈસમો ગાડીમાંથી ઉતરી જંગલ વિસ્તારમાં નાસવા લાગેલ હતા.તથા આ મહિન્દ્રા ગાડીની પાછળ આવી રહેલ અન્ય મહિન્દ્રા XUV ગાડી.ન.જી.જે.05.જે.ઈ.4742નાં ચાલકે ડાબી સાઈટમાં ઉભેલી એલ.સી.બીની જીપ.ન.જી.જે.18.જી.બી.0524ને આગળનાં ભાગે ટક્કર મારી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો.જ્યારે અહી આ બન્ને XUV સાથેની ત્રીજી સફેદ કલરની ફોર્ચુનર ગાડી પણ કાલીબેલ તરફ હંકારી મૂકી હતી.ડાંગ એલ.સી.બી.પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી મહિન્દ્રા XUV.ન.જી.જે.05.જે.ઈ.4742ને ઝડપી પાડી તેની અંદર તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ.નંગ 422 જેની કુલ કિંમત 1,86,250 તથા મોબાઈલની કુલ કિંમત 44,000 તેમજ બે મહિન્દ્રા XUV ગાડીની અંદાજીત 17,00000 મળી કુલ 19,30,520 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ડાંગ એલ.સી.બી પોલીસની ટીમે દારૂનાં જથ્થા સાથે ચાર બુટલેગરોમાં પરેશ નવીન રાઠોડ.રે.ઘર.ન.202 સ્ટુડિયો પ્લાઝા નાની દમણ,હેમંતભાઈ હરીભાઈ પટેલ રે.કલસરગામ.પારડી,દીપકભાઈ કાંતિભાઈ પટેલ રે.નાનીદમણ તથા ગણેશભાઈ રામુભાઈ હળપતિનાઓની ધરપકડ કરી તેઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.જ્યારે આ બુટલેગરો સાથેનાં નાસી છુટેલ ભાગીદારોમાં કિરણભાઈ બાબુભાઈ પટેલ ઉર્ફ કિરણ છનિયો તથા સફેદ કલરની ફોર્ચુનર ગાડી.ન.જી.જે.01.કે.ડબ્લ્યુ.8083નાં ચાલક તથા અન્ય નામ ઠામ ખબર નથી તેવા એક ઈસમને વોન્ટેડ જાહેર કરી એલ.સી.બી પોલીસની ટીમે વધુ તપાસ હાથ ધરી છે..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here