કોરોના અંગે જિલ્લા ક્લેક્ટરે બહાર પાડીયુ જાહેરનામું

0
37
ધી એપીડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ અન્વયે ધી ગુજરાત એપીડેમીક ડીસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન, ૨૦૨૦ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા સી.આર.પી.સી. કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ એક્ટ ની કલમ-૩૭(૪) હેઠળનું જાહેરનામું 

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID-19 ના મોટી સંખ્યામાં કેસો નોધાયેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ગૃ વિભાગ, ગાંધીનગરના તા.૨૭/૦૫/૨૦૨૧ ના હુકમ ક્રમાંક : વિ ૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B થી સમગ્ર રાજ્યમાં કેટલાંક નિયંત્રણો મુકવામાં આવેલ. જે અન્વયે અત્રેથી જાહેરનામાં ક્રમાંકડીએમ/જા.નામુ./કોરોના/૨૭૦૫(૧)/૨૦૨૧, તા.૨૭/૦૫/૨૦૨૧ થી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. બાદ ગૃહ વિભાગ, ગાંધીનગરના હુકમ ક્રમાંક:વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B, તા.૦૨/૦૬/૨૦૨૧ થી ગૃહ વિભાગ, ગાંધીનગરના તા.૨૦/૦૫/૨૦૨૧ ના હુકમ ક્રમાંક:વિ-૧/કવિ/૧૦૨૦૨૦/ ૪૮૨-B થી સમગ્ર રાજ્યમાં મુકવામાં આવેલ નિયંત્રણોની અવધિ તા.૦૪/૦૬/૨૦૨૧ ના સવારના ૦૬:૦૦ કલાકથી તા.૧૧/૦૬/૨૦૨૧ ના સવારના ૦૬:૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા સુધી લંબાવવા હુકમ કરવામાં આવેલ છે.

વાસ્ત, , જે.બી.પટેલ, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી ધી એપીડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ અન્વયે ધી ગુજરાત એપીડેમીક ડીસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન, ૨૦૨૦ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ- ૩૪ તથા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭(૪) ની જોગવાઇ અન્વયે નીચે મુજબના નિયંત્રણોનું પાલન કરવા ફરમાવું છું.

ગૃહ વિભાગના તા.૦૨/૦૬/૨૦૨૧ ના હુકમ ક્રમાંક:વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B થી સમગ્ર રાજયમાં અમલમાં મુકવામાં આવેલ નિયંત્રણો અન્વયે અત્રેના તા.૨૭/૦૫/૨૦૨૧ ના જાહેરનામા નં.ડીએમ/જા.નામુ. કોરોના/૨૭૦૫(૧)/ ૨૦૨૧ અનુસાર નીચે મુજબના નિયંત્રણોની અવધિ તા.૦૪/૦૬/૨૦૨૧ ના સવારના ૦૬:૦૦ કલાકથી તા.૧૧/૦૬/૨૦૨૧ના સવારના ૦૬:૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા

સુધી લંબાવવામાં આવે છે. A. અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજક સ્થળો, જીમ, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.

Scanned with CamScanner

  1. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦(પચાસ)

વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. C. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. D, સરકારી, અર્ધ સર કારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝક્શન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ,એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ,સ્ટોક બ્રોકરો, ઈસ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓકી સોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને ઓ જોગવાઇ લાગુ પડશે નહી. E. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે, F. પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોપ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. G. તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક

પૂજા/વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો/પૂજારી ઓ દ્વારા જ કરવાની રહેશે. H. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે..

૪. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

  • આ દરમિયાન કોવિડ સબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન

કરવાનું રહેશે. કેન્દ્રીય મંત્રાલયો/રાજય સરકારના મંત્રાલયોના વખતો-વખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે અને તમામે ચુસ્ત રીતે અમલ

કરવાનો રહેશે.

  • આ જાહેરનામાનું અસરકારક અમલીકરણ તમામે કરવાનું રહેશે.

-:વિસ્તાર:

આ જાહેરનામુ મોરબી શહેર સિવાયની મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. -:અમલવારીનો સમય

આ હુકમની અમલવારી તા.૦૪/૦૬/૨૦૨૧ ની સવારના ૦૬:૦૦ કલાક થી તા.૧૧/૦૬/૨૦૨૧ ના સવારના ૦૬:૦૦ કલાક સુધી કરવાની રહેશે. ઇન્સીડન્ટ કમાન્ડર:

મોરબી જિલ્લાના તમામ તાલુકાના સંબંધિત એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદારને ઇન્સીડન્ટ કમાન્ડર તરીકે અધિકૃત કરવામાં આવે છે,

Scanned with CamScanner

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ તથા લાગુ પડતી બીજી કાનુની કાર્યવાહીઓ ઉપરાંત આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, ૨૦૦૫ ની કલમો ૫૧ થી ૬૦ ની જોગવાઇઓ શિક્ષાને પાત્ર થશે. મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ થી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુધ્ધ કલમ-૧૮૮ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ મુજબ ફરીયાદ માટે અધિકૃત કરવામાં આવે છે.

આ હુકમની જાહેરાત ઉપર જણાવેલ વિસ્તારોમાં સહેલાઇથી દેખી શકાય તેવી જગ્યાએ તથા લોકો એકત્રીત થતા હોય તેવી કચેરીઓમાં તેની નકલ ચોંટાડી, લાઉડ સ્પીકર વાહન દ્વારા તેમજ સ્થાનિક વર્તમાનપત્રો, અખબારી યાદી રૂપે આપી તથા રેડીયો ટેલીવીઝન, કેબલ ટીવી નેટવર્ક તથા રાજ્ય સરકારના ગેઝેટમાં પ્રસિધ્ધ કરીને કરવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here