દરેક પત્રકાર રક્ષણનો હકદાર છે: સુપ્રીમ કોર્ટ

0
29દિલ્હી: સર્વોચ્ચ અદાલતે પત્રકાર વિનોદ દુઆ સામે હિમાચલ પ્રદેશના શિમલા ખાતે નોંધાયેલો રાજદ્રોહનો કેસ કાઢી નાખતા જણાવ્યું હતું કે દરેક પત્રકાર રક્ષણનો હકદાર છે.

વિનોદ દુઆના યૂટ્યૂબ શોના સંબંધમાં તેમની સામે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના હિમાચલ પ્રદેશના એક સ્થાનિક નેતાએ કેસ કર્યો હતો.

ન્યાયાધીશ યુ. યુ. લલિત અને ન્યાયાધીશ વિનીત શરણની બૅન્ચે વિનોદ દુઆ, હિમાચલ પ્રદેશ સરકાર અને ફરિયાદીની દલીલની સુનાવણી બાદ ગયા વર્ષની છઠ્ઠી ઑક્ટોબરે ચુકાદો મુલતવી રાખ્યો હતો. બૅન્ચે પત્રકારોની વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણના સંબંધમાં જણાવ્યું હતું કે દરેક પત્રકાર રક્ષણનો હકદાર છે અને કેદારનાથ સિંહ દ્વારા (૧૯૬૨માં ભારતીય દંડસંહિતાના વ્યાપને લગતા કેસમાં) આ સંબંધમાં ચુકાદો અપાયો હતો. અગાઉ, સર્વોચ્ચ અદાલતે ૧૯૬૨માં આપેલા સંબંધિત ચુકાદામાં જણાવ્યું હતું કે નાગરિકોને બંધારણમાં વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા અપાઇ છે અને તેથી સરકારની કામગીરી કે પગલાંની ટીકા કરનારા નાગરિકની સામે દેશદ્રોહનો આરોપ મૂકી ન શકાય. ભારતીય જનતા પક્ષના મહાસુ એકમના પ્રમુખ અજય શ્યામની ફરિયાદને આધારે વિનોદ દુઆ પર ભારતીય દંડસંહિતાની કલમ ૧૨૪એ (રાજદ્રોહ), ૨૬૮ (સાર્વજનિક ઉપદ્રવ ફેલાવવો), ૫૦૧ (બદનક્ષીભર્યું લખાણ છાપવું) અને ૫૦૫ (જાહેરમાં ક્ધિનાખોરીભર્યું નિવેદન કરવું) હેઠળ આરોપ મુકાયા હતા. ફરિયાદી ભારતીય જનતા પક્ષના આ નેતાએ દાવો કર્યો હતો કે વિનોદ દુઆએ ૩૦ માર્ચે યૂટ્યૂબ પરના પંદર મિનિટના કાર્યક્રમમાં ખોટા આક્ષેપ કર્યા હતા. ફરિયાદીએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે આ પત્રકારે યૂટ્યૂૂબ પરના પોતાના કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મત મેળવવા માટે ‘ત્રાસવાદી હુમલા’ કરાવે છે. (એજન્સી)LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here