ધોરણ 10ના પરિણામની ગણતરીમાં ગોટાળા હશે તો સ્કૂલની માન્યતા રદ

0
78ધો.10ના પરિણામ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરી દેવાયા છે ત્યારે પરિણામ તૈયાર કરવા માટે બોર્ડે સ્કૂલની ગેરરીતિ જણાશે તો માન્યતા રદ કે દંડ કરવા સુધીના પગલા લેવાની પણ ચીમકી આપી છે.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિયમોમાં ખાસ એ જોગવાઈ કરાઈ છે કે સ્કૂલ દ્વારા નક્કી કરાયેલા ધારા ધોરણો, માપદંડોથી વિરૃદ્ધ પોતાની રીતે પરિણામ તૈયાર કરશે અથવા નિયમોનું પાલન નહી થયું હોય તો સ્કૂલની માન્યતા રદ થશે અથવા તો સ્કૂલને દંડ કરાશે અથવા આવી સ્કૂલના વિદ્યાર્થીઓનું પરિણામ રોકી દેવામાં આવશે.

બોર્ડે જાહેર કરેલી સૂચના-નિયમો

 • ધો.૧૦ની પ્રથમ સત્ર અને એકમ કસોટી સાથે ધો.૯ની બંને સત્રની પરીક્ષાના માર્કસ પ્રો રેટા મુજબ ગણાશે
 • નિયમિત વિદ્યાર્થી માટે ૩૩ ટકાએ પાસ થવાના સ્ટાન્ડર્ડમાં ૮૦માંથી ૨૬ અને સ્કૂલના ૨૦માંથી ૬ ગુણ લાવવાના રહેશે
 • બોર્ડના નક્કી ચાર માપદંડો મુજબ એક માપદંડ પુરો ન થાય કે પરીક્ષા નહી આપી હોય કે ૩૩ ટકા ગુણન હોય તો પણ ગુણ તુટ ક્ષમ્ય ગણી બોર્ડ પોતાની રીતે કૃપા ગુણથી પાસ જાહેર કરશે
 • ધો.૧૦ના પરિણામ તૈયાર કરવાની અને તેના રેકર્ડની જવાબદારી શાળા આચાર્યની રહેશે.
 • સ્કૂલે તૈયાર કરેલ પરિણામનો રેકોર્ડ અને લીધેલ આધારોને રેકોર્ડ પાંચ વર્ષ સુધી રાખવાનો રહેશે
 • દરેક સ્કૂલે પરિણામના આધાર માટે લીધેલ ડોક્યુમેન્ટ કે આધાર પર સ્કૂલ રિઝલ્ટ સમિતિના સભ્યોની સહી લેવાની રહેશે.
 • બોર્ડ કે ડીઈઓ તમામ રેકોર્ડ-ડોક્યુમેન્ટ ત્યારે વેરિફિકેશન માટે આપવના રહેશે
 • દરેક સ્કૂલે પરિણામના આધારોની પ્રમાણિત  નકલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રજૂ કરવાની રહેશે
 • બોર્ડ દ્વારા દરેક ડીઈઓ પાસે  સ્કૂલે ઉપયોગમાં લીધેલા પરિણામના રેકોર્ડ-દસ્તાવેજોની ખરાઈ કરાવવામા આવશે.
 • બોર્ડની સૂચના મુજબ પરિણામ તૈયાર ન કરનારી સ્કૂલ સામે પગલા લેવાશે
 • માસ પ્રમોશનથી જાહેર કરવાના હોવાથી પુરક પરીક્ષા નહી લેવાય
 • બોર્ડ દ્વારા મુખ્ય જાહેર પરીક્ષા ન લેવાઈ હોઈ અને તમામ નિયમિત વિદ્યાર્થીઓને માસLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here